પડતર માંગણીઓના પ્રશ્ને તલાટીઓ આંદોલનના માર્ગે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પડતર માંગણીઓના પ્રશ્ને તલાટીઓ આંદોલનના માર્ગે

પડતર માંગણીઓના પ્રશ્ને તલાટીઓ આંદોલનના માર્ગે

 | 2:45 am IST

ભરૃચ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત

। ભરૃચ ।

પડતર માંગણીઓ પ્રશ્ને વર્ષ ૨૦૧૮ ના આંદોલનના સમયે પ્રશ્નો અંગે નિરાકરણ લાવવામાં આવશે તેવુ આશ્વાસન અપાયુ હતુ જેના પગલે આંદોલન સમેટાયુ હતુ પરંતુ પ્રશ્નો અને સમસ્યાઓ ન ઉકેલાતા તલાટી મંડળો દ્વારા ફરી આંદોલન કરવામાં આવી રહ્યુ છે.

વર્ષ ૨૦૦૪ થી વર્ષ ૨૦૦૫ ના વર્ષમાં ભરતી થયેલા તલાટીઓની નોકરીનો સમયગાળો સળંગ ગણવો, પ્રથમ અને દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવુ, રેવન્યુ તલાટી જેટલો ગ્રેડ પે રેગ્યુલર તલાટીને આપવો વગેરે માંગણીઓ તલાટી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભરૃચ જિલ્લા તલાટી મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવવામાં આવ્યુ હતુ જેમા આંદોલનની વિગત આપી હતી જે મુજબ આવનાર ૧૭ સપ્ટેમ્બરે કાળીપટ્ટી ધારણ કરી તલાટીઓ નોકરી પર જશે અને ત્યારબાદ તા.૨૭ મીએ પેનડાઉન આંદોલન કરશે અને ૧ લી ઓકટોબરે માસસીએલ મુકી ધરણા કાર્યક્રમ કરી રેવન્યુ કામગીરી અટકાવવાની ચીમકી ઉચ્ચારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;