પતિની હત્યાની દોષિત પત્ની ૭ વર્ષથી જેલમાં માનસિક હાલત કથળતાં HCએ રાહત આપી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પતિની હત્યાની દોષિત પત્ની ૭ વર્ષથી જેલમાં માનસિક હાલત કથળતાં HCએ રાહત આપી

પતિની હત્યાની દોષિત પત્ની ૭ વર્ષથી જેલમાં માનસિક હાલત કથળતાં HCએ રાહત આપી

 | 2:00 am IST
  • Share

પિતાની હત્યા કરનાર માતાથી નારાજ પુત્રોે તેણીને જેલમાંથી બહાર ન લાવવાનુ મન બનાવી લીધું. આ વલણ બાદ, સાત વર્ષથી જેલમાં રહેલી માતાની માનસિક હાલત કથળતા, તેને જેલમાંથી બહાર લાવવા આખરે હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવીને આદેશ કર્યો છે કે, ‘કેદી મહિલાને રાજકોટ જેલમાંથી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરો. આ પછી, આ મહિલાને સારવાર અર્થે સરકારી મેન્ટલ હોસ્પિટલમાં લઈ જાઓ. જેલ સત્તાધીશ સરકારી મેન્ટલ હોસ્પિટલનો સંપર્ક સાધીને તેણીની સારવાર ચાલુ કરાવે.’ આ કેદી વતી, ગુજરાત લિગલ ર્સિવસસ ઓથોરિટી(ય્ન્જીછ)ના વકીલે હાઈકોર્ટમાં ઉપરોક્ત સુચનો કરેલા. જેને સરકારી વકીલે પણ સ્વીકાર્યા હતા. રાજકોટના સાયકાટ્રિસ્ટ ડોક્ટર આ કેદીની સારવાર કરે છે. મહિલાના પુત્રોના ડરથી તેની બહેન- બનેવી તેને લઈ જવા તૈયાર ન હતા. કોરોના દરમિયાન, કોર્ટે આ મહિલાને ૯૦ દિવસના જામીન આપેલા. જો કે, જામીનદારના અભાવે તે મુક્ત થઈ શકી ન હતી. ૨૦૧૪માં સુરેન્દ્રનગરમાં ગૃહકંકાસમાં અરજદારે તેના પતિની હત્યા કરેલી. પુત્રોની હ્લૈંઇ બાદ, પોલીસે આ મહિલાની ધરપકડ કરેલી. સુનાવણી બાદ, વર્ષ ૨૦૧૬માં ધાંગધ્રાની એડિશનલ જિલ્લા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારેલી. જેની સામે, ય્ન્જીછના વકીલે હાઈકોર્ટમાં સજા સામે અપીલ અને સજા મોકુફી માટે અરજી કરેલી. અરજદારના વકીલની રજૂઆત હતી કે, કેદી છેલ્લા સાત વર્ષથી જેલમાં જ છે, તે બહાર જ આવી નથી. જેથી, તેની માનસિક હાલત કથળી છે. હાઈકોર્ટે સુચન કર્યું કે, મહિલાના પરિવારજનોને કહો કે, તેના માટે જામીન અરજી કરે. જો કે, પુત્રોએ આ અરજી કરવાની ના પાડી અને તેમના ડરથી પરિવારજનોએ આ અરજી કરી નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન