પત્નીની હત્યાનાં આરોપમાં ભારતીય મૂળની વ્યક્તિની ધરપકડ, રસોડામાંથી મળી લાશ - Sandesh
  • Home
  • NRI
  • પત્નીની હત્યાનાં આરોપમાં ભારતીય મૂળની વ્યક્તિની ધરપકડ, રસોડામાંથી મળી લાશ

પત્નીની હત્યાનાં આરોપમાં ભારતીય મૂળની વ્યક્તિની ધરપકડ, રસોડામાંથી મળી લાશ

 | 4:17 pm IST

અમેરિકાના ન્યૂ જર્સીમાં 46 વર્ષના એક ભારતીય-અમેરિકી વ્યક્તિને પોતાની જ પત્નીને ચાકૂ મારી હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ દંપતિને ત્રણ છોકરાઓ છે જેઓ હત્યાના સમયે સૂતા હતાં. નિતિન સિંહની હત્યા, મારામારી અને ગેરકાનૂની રીતે હથિયાર રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

નિતિન સિંહ પર આરોપ છે કે તેણે પોતાની પત્ની સીમા સિંહ (42 વર્ષ) પર ગત અઢવાડિયે ચાકૂ વડે સતત વાર કરતા સીમાનું મોત થયું હતું. પેન્સવિલેના પોલીસ વિભાગે જણાવ્યું કે આ ભારતીય મૂળના આરોપીને 10 લાખ ડોલરની જમાનતી જામીનખત જમા નહીં કરવાના કારણે સલેમ કાઉન્ટી સુધાર ગૃહમાં રિમાંડ પર રાખવામાં આવ્યો છે.

માહિતી અનુસાર પોલીસ પ્રમુખ એલેને કમિંગ્સએ જણાવ્યું કે સિંહને પાછલા મંગળવારની સવારે પોતાના ઘરમાં રસોડાની અંદર લોહીથી લથપથ પડેલી સીમા પાસે ઉભેલો જોવા મળ્યો હતો. કમિંગ્સે જણાવ્યું કે સિંહે પોતે 911 નંબર પર કોલ કરી પોતાની પત્ની માટે મદદ માંગી હતી. નિતિન અને સીમાના બે છોકરા અને એક છોકરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન