પત્નીને તેડવા જતા યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં મોત - Sandesh
  • Home
  • Baroda
  • પત્નીને તેડવા જતા યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં મોત

પત્નીને તેડવા જતા યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં મોત

 | 2:30 am IST

ા વડોદરા ા

શિનોર તાલુકાના પોઇચા ગામ પાસે બાઇક સ્લિપ થતાં ઇજા પામનાર યુવાનનું સારવાર દરમિયાન આજે સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

સંખેડા તાલુકાના ઘોડા (દામાપુરા) ગામમાં રહેતો રાકેશ મનહરભાઇ બારિયા (ઉ.વ.૨૬) મંજુસર જીઆઇડીસીમાં વેલ્ડર તરીકે નોકરી કરતો હતો. ગઇ કાલે નાંદોદ તાલુકાના સોઢલિયા ગામે પત્નીને તેડવા માટે બાઇક લઇને નીકળ્યો હતો. દરમિયાનમાં ગઇ કાલે બપોરે ૧ કલાકે શિનોર તાલુકાના પોઇચા ગામની સીમમાંથી પસાર થતો હતો ત્યારે બાઇક સ્લિપ થઇ જતાં તેને ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નિપજ્યું હતું.