પત્ની અને પુત્રીની હત્યા કરનાર તેજસ પટેલને ૪ દિવસના રિમાન્ડ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પત્ની અને પુત્રીની હત્યા કરનાર તેજસ પટેલને ૪ દિવસના રિમાન્ડ

પત્ની અને પુત્રીની હત્યા કરનાર તેજસ પટેલને ૪ દિવસના રિમાન્ડ

 | 2:44 am IST

કેવી રીતે હત્યા કરી ? આરોપીને સાથે રાખી બનાવ રિકન્સ્ટ્રક્ટ કરાશે

ઉંદર મારવાની દવા અને આઈસ્ક્રીમ કયાંથી લાવ્યો ? તપાસ શરૂ

વડોદરા

શહેરના સમા કેનાલ પાસેની ચંદનપાર્ક સોસાયટીના સી૪૮ નંબરના મકાનના ચોથા માળના બેડરુમમાં૩૬ વર્ષીય પરીણીતા અને ૦૬ વર્ષીય માસુમ પુત્રીને આઈસક્રીમમાં ઉંદર મારવાની દવા ખવડાવીને હત્યા કરનાર આરોપી તેજસ પટેલની પૂછપરછ કરીને અનેક મુદ્દાઓ ઉપર તપાસ કરવા માટે સમા પોલીસે ગુરુવારે અદાલત પાસેથી તા.૧૮મી સુધીના દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

કુટુંબના સભ્યો ઘર બંધ કરીને મૃતક શોભનાબેન (..૩૬) અને માસુમ કાવ્યા (..૦૬)ની અંતિમ વિધિ માટે વતન ગયા હોવાથી કુટુંબના સભ્યોની વધુ પૂછપરછ થઈ શકી નથી. પોલીસ આજકાલમાં આરોપીને સાથે રાખીને બનાવ રીકંસ્ટ્રકટ કરશે.

કેસની તપાસ ચલાવી રહેલાં પી.આઈ. નિલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ કે, સમા કેનાલ પાસેની ચંદનપાર્ક સોસાયટી ખાતે ઘર જમાઈ તરીકે રહેતા આરોપી તેજસ પટેલ (..૩૧) મર્ડર કરવાનું કાવતરુ કયારે ઘડયુ હતુ ? તેની સાથે કોઈ અન્ય વ્યકિત સંડોવાયેલો છે કે કેમ ? ઉંદર મારવાની દવા કયાંથી ખરીદ કરી હતી અને આઈસક્રીમ કયાંથી લાવ્યો હતો જે મુદ્દા ઉપર તપાસ શરુ કરી છે. કઈ યુવતી સાથે આરોપીના પ્રેમ સબંધ હતા તે દિશામાં તપાસ કરવા માટે પોલીસે તેજસ પટેલની કોલ ડિટેઈલ મંગાવી છે. ગૃહ કલેશ પાછળના કારણો શું છે તે અંગે કુટુંબના સભ્યોની પૂછપરછ શરુ કરી છે. સમગ્ર કેસની તપાસ કરવા માટે પી.આઈ. નિલેશ બ્રહ્મભટ્ટે કોર્ટ પાસે પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. અદાલતે દિવસના રીમાન્ડ મંજુર કર્યાા હતા.

તેજસની પૂર્વ પ્રેમિકાની પણ પૂછપરછ કરાઈ  

આરોપી તેજસ પરણીત હોવા છતાં એક અપરણીત યુવતી સાથે પ્રણય ફાગ ખેલતો હતો. લગભગ ત્રણચાર વર્ષ સુધી તેના યુવતી સાથે રિલેશન રહ્યાં હતા. જેની જાણ બંનેના પરિવારજનોને પણ થઈ ગઈ હતી. જે બાદ યુવતીએ તેજસની સાથેના સબંધો ઓછા કરી દીધા હતા. ત્યારબાદ યુવતીએ તેના ભાઈને પણ જાણ કરી હતી. જેથી ગત રવિવારે યુવતીના ભાઈએ ઓફિસે જઈ તેજસને સમજાવ્યો પણ હતો. તેમજ તેજસ તેની પૂર્વ પ્રેમીકા સાથે ગોવા ફરવા ગયો હતો, ત્યારે તેની સાથેના સાથી કર્મચારીએ પણ તેજસને યુવતી સબંધ રાખવા માંગતી નથી, તો તેને હેરાન કરતો નથ્હીં, તેમ કહી તેને સમજાવ્યો હતો. જે બાદ તેજસને તેની પ્રેમીકા અન્ય યુવક સાથે પણ મિત્રતા રાખે છે, તેવી જાણ થતાં તે વધુ નાસીપાસ થયો હતો. તેજસ તેની પ્રેમીકાના પ્રેમમાં એટલી હદે પાગલ બન્યો હતો કે, તે કોની સાથે વાતચીત કરે છે? તે જાણવા પ્રેમીકાના સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ પણ પોતાની પાસે રાખતો હતો. પોલીસે તેજસની પૂર્વ પ્રેમીકાની પણ પુછપરછ કરી હતી.   રાત્રે .૩૦ વાગ્યે આઈસ્ક્રીમ ખરીદી ફ્રીજમાં મૂક્યા હતા 

પોલીસ તપાસમાં એવી પણ હકિકત પ્રકાશમાં આવી હતી કે, તા. ૧૦મીએ રાતે સાડાનવ વાગ્યે નોકરી પરથી છુટીને ઘરે આવતી વખતે ચાણક્યપુરી ચાર રસ્તા પાસેની દુકાનમાંથી તેજસ પટેલ બે આઈસ્ક્રીમના કોન લઈ આવ્યો હતો. તે ઘરે ગયો હતો, ત્યારે માસુમ પુત્રી કાવ્યા તૈયાર થઈને ગરબા રમવા જતી હતી. એટલે, તેણે આઈસ્ક્રીમના બંને કોન ફ્રીજમાં મુકી દીધા હતા. ત્યારબાદ પુત્રી ગરબા રમી ઘરે આવી તેની રાહ જોઈ હતી. મોડીરાતે ૧૧.૩૦ વાગ્યે કાવ્યા ઘરે આવતાં શેતાની દિમાગ ધરાવતાં તેજસે ફ્રિજમાંથી કોન કાઢી તેના ઉપરનું રેપર હટાવી દીધું હતું. તે પછી ઉંદરને મારવા ઉપયોગમાં લેવાતા ઝેરી કેકનો બારીક ભૂક્કો કરી આઈસ્ક્રીમની ઉપર નાંખી દીધો હતો. કેક આઈસ્ક્રીમમાં ઓગળી ગયા બાદ તેજસે એક કોન પત્ની શોભના અને બીજો કોન પુત્રી કાવ્યાને આપ્યો હતો. આરોપી તેજસ અવારનવાર પત્ની અને પુત્રી માટે કોન લાવતો હતો. જેને લઈ બંનેને સ્વપ્નેય ખ્યાલ હતો, કોનમાં પતિ અને પિતાનો પ્રેમ નહીં પણ ઝેર છે. વિશ્વાસથી શોભનાબેન અને પુત્રીએ આઈસ્ક્રીમ ખાતા ગણતરીના કલાકોમાં તેમના મોત થઈ ગયા હતા.

ઘરજમાઈ હોવાથી પત્નીથી દબાઈને રહેવું પડતું હતું  તેજસ

ક્રોમા સેન્ટરમાં નોકરી કરતાં તેજસ પટેલનો એટલો પગાર હોવાથી ઘર જમાઈ તરીકે ચોથા માળે રહેતો હતો. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર સાસુસસરા અને બીજાત્રીજા માળે બે સાળા રહેતા હતા. જેથી પત્ની શોભના સાથે કોઈ બાબતે બોલાચાલી થાય તો પણ તેજસ કંઈ બોલી શકતો હતો. ઘરકંકાસથી કંટાળી પત્ની શોભનાની સાથે પુત્રી કાવ્યાની પણ હત્યા કરી હોવા હોવાનું રટણ તેજસ પોલીસ સમક્ષ રટી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;