પત્ની પિયર ચાલી જતાં ભાવનગરમાં યુવાને વખ ઘોળી જીવાદોરી ટૂંકાવી - Sandesh
  • Home
  • Bhavnagar
  • પત્ની પિયર ચાલી જતાં ભાવનગરમાં યુવાને વખ ઘોળી જીવાદોરી ટૂંકાવી

પત્ની પિયર ચાલી જતાં ભાવનગરમાં યુવાને વખ ઘોળી જીવાદોરી ટૂંકાવી

 | 1:36 am IST

ા ભાવનગર ા

પત્ની પિયર ચાલી જતાં લાગી આવતાં ઝેરી દવા ગટગટાવી લઈને જિંદગીનો અંત આણી દીધો હતો. આ અંગે ઘોઘારોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રેના રબર ફેક્ટરી પાસેના સુદર્શન એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૪૦૧/બી.માં રહેતાં જયકુમાર જગદીશભાઈ ગાંધી (ઉવ.૩પ)ના પ્રથમ પત્ની રાનીબેન આશરે ત્રણે’ક માસ અગાઉ કુદરતી બીમારીમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ દોેઢ માસ પૂર્વે જયકુમાર ગાંધીએ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતેના ગાયત્રીબેન સાથે લગ્ન કર્યા હતા.

દરમિયાનમાંગત તા.૩/૯ ના રોજ નવોઢા ગાયત્રીબેનના પિયરિયા તરીકેની ઓળખ આપી આશરે રપ વયથી ૪૦ વર્ષના બે પુરૃષ તથા બે મહિલાએ આવી ગાયત્રીને સાતમ-આઠમના તહેવાર પર પિયર નાસિક લઈ જવાનું કહેતાં જયકુમાર અને તેમના માતાએ તહેવારો પછી ગાયત્રીબેનને લઈ જવાનું કહેતાં તેણીના પિયરિયા ઝઘડો કરતાં હોઈ અને પત્ની ગાયત્રીબેન ચાલી જતાં જયકુમાર ગાંધીને લાગી આવતાં ગઈ તા.૭/૯ ના રોજ ઝેરી દવા ગટગટાવી લેતાં ગંભીર હાલતે તેને સારવાર અર્થે સ્થાનિક સર ટી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ગઈકાલ તા.૧૦/૯ ના રાત્રિના ર૩/૦૦ કલાકે તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. આ અંગે મૃતકના ભાઈ મયંકભાઈ જગદીશભાઈ ગાંધી (ઉવ.૩૩)એ ઘોઘારોડ પોલીસમથકમાં જાહેરાત કરી હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

;