'પદ્માવતી' ફિલ્મમાં હવે દીપિકા સાથે શાહિદની ચર્ચા - Sandesh
  • Home
  • Entertainment
  • ‘પદ્માવતી’ ફિલ્મમાં હવે દીપિકા સાથે શાહિદની ચર્ચા

‘પદ્માવતી’ ફિલ્મમાં હવે દીપિકા સાથે શાહિદની ચર્ચા

 | 3:25 am IST

જો ચર્ચાઓને માનવામાં આવે તો આગામી સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીમાં દીપિકા પદુકોણના પતિ તરીકે શાહિદ કપૂરને લેવામાં આવી શકે છે. એક ફિલ્મ ક્રિટીક્સે એવો દાવો કર્યો હતો કે, ઊડતા પંજબ ફિલ્મથી રાતોરાત સફળતાના શિખરો આંબી ગયેલા શાહિદ કપૂરને સંજય લીલાની ક્લાસિકલ ફિલ્મમાં રાજા રાવલ રતનસિંહનો રોલ મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે, સંજય લીલા ભણસાલીની એવી ઇચ્છા છે કે, ચિત્તોડગઢની રાણી પદ્માવતી સાથે લગ્ન કરનારા રાજ તરીકે શાહિદને લેવા માગે છે.પદ્માવતીમાં શાહિદને લેવામાં આવે તો, રણવીર અને દીપિકા સાથેની આ ત્રિપુટી પહેલીવાર મોટા પડદે દેખાશે. તાજેતરમાં જ એક ટીવી એક્ટર વિકી કૌશલને લેવા અંગે ચર્ચાઓ થઈ હતી પરંતુ દીપિકાએ તેની સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો.