પનામા પેપરલીક : ગુજરાતનાં વધુ નામો બહાર આવ્યા - Sandesh
  • Home
  • Ahmedabad
  • પનામા પેપરલીક : ગુજરાતનાં વધુ નામો બહાર આવ્યા

પનામા પેપરલીક : ગુજરાતનાં વધુ નામો બહાર આવ્યા

 | 3:41 am IST

અમદાવાદ,તા.૨૦  

પનામા પેપરલીક કેસમાં આવકવેરા વિભાગને વધુ ગુજરાતીઓના નામ મળ્યા છે. જે ૧૯ કરદાતાઓની યાદી આવકવેરા વિભાગને મળી છે જેના આધારે નોટિસ આપીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તપાસમાં કેટલાક કરદાતાઓના કરોડો રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા છે. આ દરમિયાન વધુ નામો ઉમેરાયા છે અને ટૂંક સમયમાં એક રિપોર્ટ સીબીડીટીને મોકલી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી અમદાવાદમાં છૂપી આવક જાહેર કરવાની સ્કીમની સમજણ આપવા માટે આવ્યા ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે,પનામા પેપરલીક કેસમાં વધુ નામો બહાર આવી રહ્યા છે માટે સમયસર છૂપી આવકની જાહેરાત કરાય તે કરદાતાઓના હિતમાં છે.  

પનામા પેપરલીક કેસમાં ગુજરાતના ૧૯ કરદાતાને આવકવેરાની ગુપ્તચર વીંગે મે મહિનમાં નોટિસ ફટકારી હતી. જેમણે ટેક્સહેવન કન્ટ્રીમાં નાણાં ટ્રાન્સફર કર્યા છે. આવકવેરા વિભાગે અમદાવાદ,મોડાસા,પેટલાદ,ભૂજ,સુરત અને વડોદરાના બિઝનેસમેન અને વ્યક્તિગત કરદાતાઓને નોટિસ ફટકારીને સાત દિવસમાં ખુલાસાઓ કરવા માટે તાકીદ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે, એનઆરઆઇ પણ હતા જેમના નિવેદનો લેવાયાં છે હજુ તપાસ ચાલુ હોવાથી વધુ માહિતી આપવાનો સૂત્રોએ ઇનકાર કર્યા હતો. પણ નવા નામો બહાર આવી રહ્યા છે તેવા સંકેતો મળ્યા છે. ભાવનગર,ભૂજ. મો.ડાસા,વડોદરા અને અમદાવાદના કરદાતાઓ પૈકી કેટલાક કરદાતાઓના કરોડો રૂપિયાના બેન્કિંગ ટ્રાન્ઝેકશનો મળ્યા છે. બ્રિટિશ વર્જીન આઇલેન્ડમાં એક રૂપિયાના ટોકનમાં કંપની શરૂ કરીને ભારતમાંથી બ્લેક મની ટેક્સહેવન કન્ટ્રીમાં ટ્રાન્સફર થયું છે તેની તપાસ ચાલી રહી છે. ૧૯ ગુજરાતીઓમાં કેટલાક બિઝનેસમેન અને વ્યક્તિગત કરદાતાઓ છે. તમામ ૧૯ ગુજરાતીઓની બેન્ક ડિટેઇલ,પાનકાર્ડ,આઇટી રિટર્નની છેલ્લા પાંચ વર્ષની માહિતી એકત્ર ઔકરાઇ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન