પરિણીતી ચોપરા સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મમાં લીડ રોલ કરશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પરિણીતી ચોપરા સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મમાં લીડ રોલ કરશે

પરિણીતી ચોપરા સૂરજ બડજાત્યાની આગામી ફિલ્મમાં લીડ રોલ કરશે

 | 3:00 am IST
  • Share

પરિણીતી ચોપરાની છેલ્લી ફિલ્મ સાયના નહેવાલની બાયોપિક હતી, જેણે કંઈ ઉકાળ્યું નહીં. દર્શકોની સાથેસાથે ખુદ પરીને પણ આશા હતી કે સાયના નહેવાલની બાયોપિક તેને સફળતાનાં મીઠાં ફળ ચખાડશે, પણ તે શક્ય ન બન્યું, ઊલટાનું લોકોએ શ્રદ્ધા આ ફિલ્મમાં વધારે સારું કામ કરી શકી હોતના ગુણ ગાયા. પરી અને અર્જુને સાથે જ કરિયર સ્ટાર્ટ કરી હતી પણ બંનેના હાલ અત્યારે સરખાં જ છે. બંનેને જોઇતી સફળતા નથી મળી રહી. અલબત્ત, અર્જુનની ફિલ્મો તો પરી કરતાં વધારે સફળ થઈ છે, પણ પરીને હજી ત્યાં સુધી પહોંચવા નથી મળ્યું. પણ હાલ લાગી રહ્યું છે કે તેની આ ઇચ્છા રાજશ્રી પ્રોડક્શન થકી પરિપૂર્ણ થશે. રાજશ્રી પ્રોડક્શનના બેનર હેઠળ સૂરજ ઘણાં સમય બાદ એક નવી ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પરી લીડ રોલમાં છે. ફિલ્મનું નામ ઊંચાઈ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં પરીની સાથે અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા, અનુપમ ખેર અને પરેશ રાવલ હશે. લીડ રોલમાં અભિનેતા કોણ હશે તે નથી નક્કી થયું. વળી પારિવારિક ફિલ્મો બનાવવા માટે જાણીતા સૂરજ બડજાત્યા હાલ કંઈક અલગ કરી રહ્યાં છે, તો એ પણ જોવું રહ્યું કે આ તુક્કો તીર બનીને બોક્સઓફિસને વીંધશે કે નહીં. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો