પરીક્ષા સારી ન ગઈ હોવાને કારણે આત્મહત્યા કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પરીક્ષા સારી ન ગઈ હોવાને કારણે આત્મહત્યા કરી

પરીક્ષા સારી ન ગઈ હોવાને કારણે આત્મહત્યા કરી

 | 2:44 am IST

વડોદરા શહેરના ગોત્રીના કૃષ્ણદિપ ટેનામેન્ટમાં રહેતા ૨૪ વર્ષીય આશિષ સંઘવાને પોતાના ઘરે પોતાની જાતે ઓક્સિજન સિલિન્ડર ચાલુ કરીને માસ્ક મોઢા પર લગાવી તેની ઉપર પ્લાસ્ટિકની કોથળી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

 જેમાં પોલીસે એફએસએલની મદદ લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ કે, ઓક્સિજન સિલિન્ડરમાં નાઈટ્રોજન ગેસ હતો. જે સિલિન્ડરના બીલના આધારે જણાયું હતું. વિદેશમાં સ્યુસાઈડ કરવા નાઈટ્રોજન ગેસનો વધુ પડતો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યુ હતુ. ઉપરાંત આશિષે ેંઁજીઝ્રની પરીક્ષા આપી હતી. જેની હોલ ટિકીટ પાછળ આશિષે સ્યુસાઈડ નોટ લખી હતી. તદુપરાંત આશિષ છેલ્લા ત્રણચાર દિવસથી પરિવાર સાથે વાત કરવાનું પણ ટાળી રહ્યો હતો. જેથી પરીક્ષા સારી ગઈ હોવાને કારણે આશિષે પગલુ ભર્યું હોવાનું તેના પરિવારજનોનું અનુમાન છે. જો કે આશિષ મહિના અગાઉ વડોદરા આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતકના વિસેરાના સેમ્પલ લેવાયા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટનાનો ભેદ ઉકલશે તેવી શક્યતા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;