સોનાની માગ પશ્ચિમી દેશોથી પૂર્વીય દેશો તરફ ઢળી છે - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • સોનાની માગ પશ્ચિમી દેશોથી પૂર્વીય દેશો તરફ ઢળી છે

સોનાની માગ પશ્ચિમી દેશોથી પૂર્વીય દેશો તરફ ઢળી છે

 | 1:02 am IST

બુલિયન વોચઃ  નલિની પારેખ

હાલમાં સોનાની માગ તથા પુરવઠો એક સમાન બેલેન્સમાં ચાલી રહ્યો છે. સોનાની માગ વધતા તથા સોનાના ભાવો ઘટી જાય છે ત્યારે સોનાની ખાણવાળા સોનાના ઉત્પાદનમાં તથા જૂના દાગીનાના સ્ક્રેપની આવકમાં કાપ મુકાય છે. પરિણામે સોનાના પુરવઠામાં ઘટાડો નોંધાય છે. આમ સોનાના ભાવોની વધઘટ સોનાની માગ તથા પુરવઠા વચ્ચેની ખાધની નોંધ લેવાશે. વૈશ્વિક બજારમાં સોનાની માગ તથા સોનાના નીચા ભાવો સોનાની ખાણવાળા સોનાના ઉત્પાદનને નફા વિનાનું કરશે તથા સોનાની ખાણવાળાઓને પોતાની સોનાની ખાણ બંધ કરવાની નોબત આવશે, પરંતુ તેની સામી રાહે ચાલનાર ચાંદીનો પુરવઠો માગથી વધુ છે. મેટલ ફોકસ ગ્લોબલના ડાટા મુજબ સોનાના પુરવઠામાં ૨ ટકાનો ઘટાડો નોંધાશે છતાં ૧,૩૯૦ લાખ ઔંસ સોનાનો (૪,૩૨૩ ટન)નો પુરવઠો વિશ્વના આખા વર્ષની જરૂરિયાત પૂરી કરવાના પ્રયત્નોથી પુરવઠા તથા માગને સમતુલન કરવાની કોશિશ કરશે.

ગઇકાલે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે એક રજૂઆત કરી કે ૨૦૧૮ના વર્ષના ૩જા ક્વાર્ટરમાં સોનાની માગમાં ૨ ટકાનો વધારો નોંધાશે ત્યારે પુરવઠામાં ૭ ટકાના ઘટાડા સાથે રિસાઇકલ સોનાની આવકમાં ખાધ આવશે અને સોનાનો પુરવઠો સંકોચાશે. ઉપરાંત સોનાના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં આડકતરી રીતે સોનાના પુરવઠાને હાનિ પહોંચશે.

ચીન, રશિયા, ભારત અને એશિયાઇ દેશોની સોનાની મજબૂત માગ અમેરિકા તથા યુરોપ દેશોની માગને વટાવી ગઇ છે. મુખ્યત્વે સોનાની માગે પોતાની દિશા બદલી છે અને આ સોનાની માગ પિૃમી દેશોથી પૂર્વીય દેશો તરફ ઢળી છે.

વિશ્વમાં સોનાનું હોલ્ડિંગ કરનાર દેશોમાં અમેરિકા પાસે સૌથી વધુ ૮,૧૩૬.૫ ટન સોનું છે ત્યારે જર્મની ૩,૩૮૭.૧ ટન, આઈએમએફ ૨,૯૧૪ ટન, ઇટાલી ૨,૪૫૧.૮ ટન, ફ્રાન્સ ૨,૩૫૪.૩ ટન, ચીન ૧,૦૫૪.૧ ટન, સ્વિત્ઝરલેન્ડ ૧,૦૪૦.૧ ટન, રશિયા ૧.૦૧૫.૧ ટન, જાપાન ૭૬૫.૨ ટન, નેધરલેન્ડ ૬૧૨.૫ ટન, ભારત ૫૫૭.૭ ટન, તુર્કી ૫૦૬.૩ ટન, ઈસીએન ૫૦૨.૧ ટન, તાઇવાન ૪૨૩.૬ ટન, પોર્ટુગલ ૩૬૨.૫ ટન, વેનેઝુએલા ૩૬૭.૬ ટન, સાઉદી અરેબિયા ૩૨૨.૯ ટન, યુ.કે. ૩૧૦.૩ ન, લેબનોન ૨૮૬.૫ ટન તથા સ્પેન પાસે ૨૮૧.૬ ટન સોનું અનામત જથ્થા તરીકે પડેલું છે. ઉપરાંત વિશ્વના દરેક દેશો પાસે સોનું અનામત જથ્થા તરીકે રહેલું છે અને તે પોતાના દેશના ચલણને સલામત તથા સ્થિર રાખવા સંગ્રહ કરે છે. રશિયા તથા ચીને થોડાક વર્ષોમાં પોતાના સોનાનો જથ્થો વધાર્યો છે. સ્વિત્ઝરલેન્ડે ૨૦૦૦ની સાલમાં ૧,૫૦૦ ટન સોનું વેચ્યું અને તેનો વિશ્વના સોનાના હોલ્ડિંગના ક્રમમાં ૫મા સ્થાને પહોંચ્યું. શાંઘાઇ ગોલ્ડ એક્સ્ચેન્જમાં હાજર સોનાને વિથડ્રોઅલ (પાછું ખેંચવાનું)નું વોલ્યુમ વિશ્વની દરેક ખાણના પુરવઠા કરતા વધુ છે. સોનામાં રોકાણ કરવાવાળા લોકો જાણે છે કે સોનંુ એક જ માત્ર એવી ધાતુ છે કે, જે નાણાંની નોટો છાપનાર તથા ક્રેડિટ ક્રેડિટરનો પ્રાણઘાત દુશ્મન છે. કારણ તે અત્યંત મૂલ્યવાન ધાતુ તરીકે ચમકે છે તથા બેન્કોના મંડળની આરોપી ચાલને ભેદવા બદલ સુરક્ષા આપનાર ધાતુ છે અને આજકાલ તેના (સોનાના) વિકલ્પમાં ક્રિપ્ટો કરન્સીની બિટકોઈનરૂપે ઊભી થઇને તેની હરીફાઇ કરવા આગળ વધી રહી છે. દરેક પાસાઓનું અવલોકન કરતા જણાય છે કે વિશ્વના લોકોમાં પૂર્વીય દેશોમાં સોનાની માગ તથા સોના પ્રત્યેનો મોહ વધતા સોનું પિૃમી દેશોની માગ પૂર્વીય દેશો તરફ ઢળી રહી છે. પરિણામે સોનાનું હોલ્ડિંગ ધીમેધીમે પૂર્વીય દેશોમાં વધતું જશે અને પિૃમી દેશોની હરીફાઈમાં લાંબાગાળે આગળ વધે તેવી શક્યતા છે.