પહાડની ટોચ પર કેમ ઠંડી વધારે હોય છે ? - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS

પહાડની ટોચ પર કેમ ઠંડી વધારે હોય છે ?

 | 1:00 am IST

પહાડની ટોચ પર ઠંડી વધારે શા માટે હોય છે એ જાણવા માટે પહેલા આપણે વાયુમંડળ વિશે જાણવું પડશે. આપણા વાયુમંડળમાં ત્રણ પડ હોય છે. દરેક એકબીજાથી જુદા છે. નીચેનું પડ જે લગભગ ૧૬ કિલોમીટર ઉપર છે, જેને ટ્રોપોસ્ફેયર કહેવામાં આવે છે.

ટ્રોપોસ્ફેયરમાં જ ખાસ કરીને મોસમ બને છે. હવાનો બીજો પડ સ્ટ્રેટોસ્ફેયર છે જે ૧૬ કિલોમીટરથી ૪૮ કિલોમીટરથી ૪૮ કિલોમીટર સુધીની ઊંચાઈ પર છે. સહુથી ઉપરનો પડ છે, ઓપોનોસ્ફેયર. આ પડ અનેક કિલોમીટર મોટી ચાદર બનાવે છે.

ટ્રોપોસ્ફેયરમાં જેમ-જેમ આપણે ઉપરની તરફ જઈએ છીએ તેમ-તેમ તાપમાન ઓછું થતું જાય છે. દરેક ૩૦૦ મીટર માટે તાપમાન લગભગ બે ડિગ્રી સેન્ટિગ્રેડ ઓછું થતું જાય છે. પહાડ લગભગ દોઢ કિલોમીટર ઊંચા હોય છે અને એની ટોચ પર તાપમાન આઠ ડિગ્રી ઓછું હશે. એનાથી તમે સારી રીતે અંદાજો લગાવી શકો છો કે માઉન્ટ એવરેસ્ટ જે ૮૮૪૮ મીટર ઊંચો છે, તો એની ટોચ પર કેટલી ઠંડી હશે. જો આપણે ટ્રોપોસ્ફેયરમાં સહુથી ઉપર આવી જઈએ તો આપણે એવા તાપમાનને સહન કરવું પડશે જે શૂન્યથી લગભગ ૬૦ ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું હશે.