પહેલાં લોકોને ફસાવી ચાઉં કરી ગયા લાખો રૂ. હવે પોતે બરાબર સલવાયા - Sandesh
  • Home
  • Business
  • પહેલાં લોકોને ફસાવી ચાઉં કરી ગયા લાખો રૂ. હવે પોતે બરાબર સલવાયા

પહેલાં લોકોને ફસાવી ચાઉં કરી ગયા લાખો રૂ. હવે પોતે બરાબર સલવાયા

 | 5:53 pm IST

અનેક ફલેટ ધારકો અને રોકાણકારોને સમયસર ફેલટનું પઝેશન ન આપનાર રિયાલ્ટી ફર્મ કમલા લેન્ડમાર્ક સામે મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વીંગે લુક આઉટ નોટિસ ઇશ્યુ કરી હોવાથી તેના ડાયરેક્ટરો હવે દેશ છોડી જઇ નહી શકે.

બે અઠવાડિયા પહેલા કમલા લેન્ડમાર્કની છેતરપિંડીનો ભોગ બનેલા ૫૭ વર્ષના રામસ્વામીએ મુલુંડ પોલીસ સ્ટેશનમાં ડેવલપર જીતેન્દ્ર જૈન અને કંપનીના ડાયરેક્ટર સુશિલ મંત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. તેને પગલે હવે ઇઓડબલ્યુએ આ કાર્યવાહી હાથ ધરી છે.

રામસ્વામીએ તેની ફરિયાદમાં કહ્યું છે કે તેણે કંપનીની વેબસાઇટ પર કમલા એન્ડેવરનો પ્રોજેક્ટ જોયા બાદ બે ફ્લેટ બુક કરાવ્યા હતા અને એ માટે કંપનીને ૨૦૧૧માં રૃપિયા ૪૨ લાખના ચેક આપ્યા હતા. કંપનીએ એમ કહ્યું હતું કે તેમને ૨૦૧૪ના અંત સુધીમાં ફ્લેટસનો કબજો મળી જશે. પણ જ્યારે તેમણે જાતે સાઈટ પર જઇને જોયું તો કન્સ્ટ્રકશનનું કામ થંભી ગયેલું જણાયું હતું. જ્યારે એ બાબતનો ડેવલપર કંપની દ્વારા યોગ્ય ખુલાસો ન મળ્યો ત્યારે આખરે તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.

કમલા લેન્ડમાર્ક સામે એક જ મહિનામાં આ બીજી ફરિયાદ નોંધાઈ હતી. તેમને એ પણ જાણવા મળ્યું હતું કે કંપનીએ સમયસર તેમના વાયદો પૂરા કરી ફ્લેટ ઓનર્સને તેમના ફલેટ ન આપતા અનકે ફ્લેટધારકોએ કંપની સામે ફરિયાદ કરી છે.