પહેલા મૃત્યુઆંક છુપાવ્યો, હવે CAG, PACથી બચવા સહાયનો ઠરાવ ગૂંચવ્યો - Sandesh
  • Home
  • Gujarat
  • પહેલા મૃત્યુઆંક છુપાવ્યો, હવે CAG, PACથી બચવા સહાયનો ઠરાવ ગૂંચવ્યો

પહેલા મૃત્યુઆંક છુપાવ્યો, હવે CAG, PACથી બચવા સહાયનો ઠરાવ ગૂંચવ્યો

 | 4:20 am IST
  • Share

કોવિડ-19થી મૃત્યુ સામે સહાય તપાસથી બચવા બ્યૂરોકેટ્સનો ખેલ

અધિકૃત મૃત્યુથી દાવા વધશે, 50 હજારની સહાય ચૂકવાશે તો ઓડિટમાં પેરા વધશે

 

ગુજરાતમાં અધિકૃતપણે કોવિડ-19થી થયેલા મૃત્યુ સિવાયના કિસ્સામાં રૂ.50 હજાર ચૂકવાય તો દોઢ વર્ષથી સરકારે ઢાંકેલા ગેરવહિવટનો ભાંડો ફુટશે એ નક્કી છે. તેના છાંટા વહિવટના સંચાલનમાં રહેલી ચૂંટાયેલી પાંખ પર ઉડે એ પહેલ્ાાં જ ભાજપે સરકારમાં ચહેરાં બદલ્યા છે. પરંતુ, બ્યુરોકેટ્સમાં ૈંછજી અધિકારીઓને તો વયનિવૃત્તિ સુધી સરકારમાં જ રહેવાનું છે. ભવિષ્યમાં ઝ્રછય્ના ઓડિટ, જાહેર હિસાબ સમિતિ- ઁછઝ્ર સમક્ષ જવાબદેહિતા અને તપાસનો સામનો પણ તેમણે જ કરવાનો છે. એ તબક્કે કોરોનાકાળમાં થયેલા ગેરવહિવટમાં શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ થાય તે પહેલાં જ બ્યુરોકેટ્સે સહાયના દરેક તબક્કે કોવિડ-19થી મૃત્યુની અધિકૃતતા માટે ‘ખાતરી સમિતિ’નું પ્લેટફોર્મ ઉભું કરવા આખો ઠરાવ ગુંચવ્યાનું બહાર આવ્યું છે.  

કોરોનાથી થયેલા મૃત્યુ સામે સહાય આપવા આરોગ્ય વિભાગે 29, ઓક્ટોબર, 2021ના રોજ 23 પાનાનો ઠરાવ પ્રસિધ્ધ કર્યો હતો. જેનો વિવાદ છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ગુજરાત સરકારમાં આર્થિક બાબતોના જાણકાર સેવા નિવૃત્ત સેક્રેટરીએ કહ્યું કે, ‘ઝ્રછય્ના ઓડિટરો સરકારના ખર્ચ, તેની પાછળની તમામ વહિવટી પ્રક્રિયાનું ઓડિટ કરે છે. આ ઓડિટના પેરા ‘અધિકૃતતા’ના સિધ્ધાંત આધારિત હોય છે. કોરોનાના પોણા બે વર્ષમાં સરકારે કોરોનાથી 10,092 જ મૃત્યુને અધિકૃત કર્યા છે. આથી કોવિડ-19થી મૃત્યુ થયું હોય પણ સરકારી રેકર્ડમાં અધિકૃત ન હોય તેવા કેસમાં સહાય ચૂકવાય તો એ અનઅધિકૃત વહિવટ ગણાય. જ્યારે હજારોની સંખ્યામાં આવા કેસ હોય ત્યારે આખીય વ્યવસ્થા અને તેના સંચાલન સામે ઓડિટમાં સેંકડો પેરા નિકળી શકે છે. તેના નિવારણ માટે કોવિડ-19થી મૃત્યુ થયું છે કે નહિ તે અધિકૃત કરવા દરેક જિલ્લામાં ખાતરી સમિતિ રચવા ઠરાવ કર્યો. જેથી સમિતિ અધિકૃત કરે તેને સહાય ચૂકવાય. એક રીતે ખાતરી સમિતિના ખભે બંદૂક ફોડી વિતેલા પોણા બે વર્ષમાં કલેક્ટરેટથી લઈ સેક્રેટરિયેટ સ્તરે ચાલેલા ગેરવહિવટથી ઉપજેલી નાણાકિય અશિસ્તને ઢાંકવા 29, ઓક્ટોબર, 2021નો ઠરાવ હતો. આ ખેલ સુપ્રિમના આદેશ બાદ ખુલ્લો પડયો છે’  

સુપ્રિમના આદેશ બાદ સરકારે મૂળ ઠરાવને બે વખત સુધાર્યો છે. જેથી અધિકૃત મૃત્યુ અને જેમની પાસે કોવિડ-19ના ટેસ્ટ રિપોર્ટ સહિતના તબીબી દસ્તાવેજો છે તેમને સીધી સહાય મળશે. જો કે, કોરોનાના ટેસ્ટ વગર કે પછી સારવાર વગર મૃત્યુ થયા છે તેવા કેસમાં આશ્રિાતોને ખાતરી સમિતિ મારફતે કોઝ ઓફ ડેથ કોવિડ-19 જ છે તે ‘અધિકૃત’ કરાવવું પડશે. તેના આધારે સહાય ચૂકવણીના ઓડિટને તબક્કે આરોગ્ય, મહેસૂલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ સામે ઝ્રછય્ના ઓડિટમાં પેરા ઉપસ્થિત થશે. જેના જવાબો અધિકારીઓને ઁછઝ્ર સમક્ષ આપવા પડશે.  

ગુજરાતનું સરકારી તંત્ર મહારાષ્ટ્ર કે કેરળ જેવા રાજ્યો જેટલું પારદર્શક રહ્યું નથી એ સર્વવિદિત છે. કોરોનાના પોણા બે વર્ષમાં ગુજરાતમાં સરકારે 10,092 નાગરિકોના મૃત્યુને કોરોનાથી થયાનું અધિકૃત કર્યુ છે. ગુજરાતથી બમણી વસતિ ધરાવતા મહારાષ્ટ્રમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં અધિકૃતપણે 1,40,848થી વધુ નાગરિકોના મૃત્યુ થયા છે. જ્યારે ગુજરાત કરતા અડધી વસતિ ધરાવતા કેરળમાં 35,343 મૃત્યુ અધિકૃતપણે થયા છે. માર્ચ-2020ની શરૂઆતમાં મહામારીને પહોંચી વળવા વ્યવસ્થાના અભાવ વચ્ચે પહેલો કેસ નોંધાયો ત્યારથી જ ગુજરાતમાં કોરોનાના કેસ અને પછી મૃત્યુઆંક છુપાવવાનો ખેલ થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો