પાંચ પિપળા ગામમા લોકડાઉનનો ચૂસ્ત અમલ - Sandesh
  • Home
  • Jamnagar
  • પાંચ પિપળા ગામમા લોકડાઉનનો ચૂસ્ત અમલ

પાંચ પિપળા ગામમા લોકડાઉનનો ચૂસ્ત અમલ

 | 2:01 am IST

  • શહેરો કરતા ગામડામા વધુ જાગૃતિ
  • રાજકોટઃ કોરોના ગમેત્યારે ગ્રામિણ વિસ્તારમાં પગ પેસારો કરે તેવી શકયતાને ધ્યાને રાખીને સરપંચોને અપાયેલી ખાસ સત્તાઓનો ઉપયોગ કરીને કેટલાક જાગૃત સરપંચો અને ગામના આગેવાનો લોકડાઉનને ચુસ્ત બનાવી રહ્યા છે. જેતપુર તાલુકાના પાંચ પિપળી ગામે કોરોના અભિયાન સામે સરપંચે પોતાના ખર્ચે પત્રીકા છપાવીને ગામમાં વિતરણ કર્યું છે. ભરત હરિભાઈ નામના આ સરપંચે ગામમાં પાન-માવાના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે અને કોઈ વેચાણ કરતા ઝડપાયો તો રૂ.૫૦૦૦નો દંડ વસુલવાની ચીમકી આપી હતી. કેટલા દેશોમાં કોરોના ફેલાઈ રહ્યો છે કેટલા કેસ છે તેની પણ વિગતો આપવામા આવી રહી છે. લોકડાઉન ભંગ કરનાર સામે પણ કડક કાર્યવાહી માટે તાકિદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન