પાકિસ્તાનના પરમાણુ હથિયાર બન્યા દુનિયા માટે ચિંતાનો વિષય, જાણો કેમ - Sandesh
  • Home
  • World
  • પાકિસ્તાનના પરમાણુ હથિયાર બન્યા દુનિયા માટે ચિંતાનો વિષય, જાણો કેમ

પાકિસ્તાનના પરમાણુ હથિયાર બન્યા દુનિયા માટે ચિંતાનો વિષય, જાણો કેમ

 | 9:28 am IST

ISIS કઈક મોટું કરવાનું પ્લાન બનાવી રહ્યું છે. અફઘાન આર્મીના અધિકારિક ટ્વીટર એકાઉન્ટે જાણકારી આપી છે કે, પાકિસ્તાનના ભષ્ટ્રાચારી અધિકારી અને હથિયારના સૌદાગરોની મદદથી આઈએસઆઈએસ એટમ બોમ મેળવવાના સપના જોઈ રહ્યો છે. એક વર્ષ પહેલા આવી ખબરથી દુનિયાને હચમચાવી નાંખી હતી.

એકલું ઈસ્લામિક સ્ટેટ જ નહી, લીબિયા, ઈરાન, ઉત્તર કોરિયા અને સઉદી જેવા કેટલાક દેશોએ પાકિસ્તાન પાસેથી પરમાણુ ટેકનોલોજી લેવાની કોશિશ કરી છે. એવામાં સવાલ ઉભા થવા લાગ્યા છે કે, દરેક દેશ પાકિસ્તાન પાસેથી જ પરમાણુ ટેકનોલોજી લેવાની કોશિશ કેમ કરે છે ? શું તે માટે કે પાકિસ્તાન છે એટમ બોમનો બ્લેક માર્કેટ !

પાકિસ્તાન લાંબા સમયથી પરમાણુ ટેકનોલોજીને લઈને પૈસા ભેગા કરવાની અંડરગ્રાઉન્ડ કોશિશ કરી રહ્યું છે. આ કોશિશોમાં ISIS પણ અજાણ્યુ નથી, એવું માનવામાં આવી રહ્યું છે કે, ખલીફાશાહીના નામ ઉપર આઈએસઆઈએસ પાકિસ્તાનની સેનામાં હાજર એવા કટ્ટરપંથી લોકોને હમદર્દ બનાવવાની કૌશિશ કરવામાં લાગ્યું છે કે જેમની પહોંચ પાકિસ્તાનના પરમાણુ ટેકનોલોજી શસ્ત્રાગાર સુધી છે.

રિટાયર્ડ અનિલ ગુપ્તાનું કહેવું છે કે, પાકનાં ન્યૂક્લિયર વેપન સિસ્ટમ ઉપર ફોજનું કંટ્રોલ છે. જ્યાર સુધી ફોજ છે, જ્યાર સુધી વેપન આતંકી સગંઠન પાસે પહોંચી શકશે નહી, પરંતુ ફોજમાં કેટલાક અધિકારીઓ છે જેઓ આ કામ કરી શકે છે. આ વાતને ઈગ્નોર કરી શકાય તેમ નથી. એવામાં જો આઈએસઆઈએસ કે બીજા આતંકી સગંઠનના હાથમાં પરમાણુ હથિયાર આવી જાય તો તેઓ દુનિયામાં સર્વત્ર વિનાશ ફેલાવી શકે છે.