પાકિસ્તાનના યાસિર શાહને પછાડીને ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન બન્યો નંબર-1 - Sandesh
  • Home
  • Sports
  • પાકિસ્તાનના યાસિર શાહને પછાડીને ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન બન્યો નંબર-1

પાકિસ્તાનના યાસિર શાહને પછાડીને ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન બન્યો નંબર-1

 | 7:33 pm IST

ટીમ ઇન્ડિયાનો સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિન ફરી એકવાર નંબર-1 બોલર બન્યો છે. ICC ટેસ્ટ બોલિંગના નવા રેન્કિમાં અશ્વિને પાકિસ્તાનના યાસિર શાહને પછાડી નંબર-1 બોલર બન્યો છે. વેસ્ટઇન્ડિઝમાં ભારતે એન્ટીગુઆમાં મોટી જીત હાંસલ કરી હતી, જેમાં અશ્વિને એક સદી ઉપરાંત બીજી ઇનિંગ્સમાં 83 રન આપી 7 વિકેટ પણ લીધી હતી.

ગત્ત વર્ષના અંતમાં અશ્વિન નંબર-1 બોલર બન્યો હતો. પરંતુ, જેમ્સ એન્ડરસને તેની પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો હતો. જો કે, આઇસીસીના નવા ટેસ્ટ બોલિંગ રેન્કિગમાં નંબર-1 બનવાની સાથે અશ્વિને સદી ફટકારી ઓલરાઉન્ડરોની યાદીમાં પણ પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. આઇસીસીની ટેસ્ટ બોલિંગ રેન્કિગમાં હાલ અશ્વિનના 876 પોઇન્ટ છે. જ્યારે પાકિસ્તાનના યાસિર શાહના 832 પોઇન્ટ છે. તો વળી, ઇંગ્લેન્ડનો એન્ડરસન 875 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.

ઉપરાંત ઉમેશ યાદવને છ સ્થાનનો ફાયદો થયો છે. એન્ટીગુઆ ટેસ્ટમાં પાંચ વિકેટ લીધા બાદ યાદવ 24માં નંબર પર પહોંચ્યો છે અને મોહમ્મદ શમી પણ સારા દેખાવના કારણે નંબર 28 પર પરત આવ્યો છે. બેટસમેનોની રેન્કિગમાં ઇગ્લેન્ડનો બેટસમેન એલિસ્ટર કૂક અને જો રુટને ફાયદો થયો છે. રુટે પાકિસ્તાન સામે બીજી ટેસ્ટમાં 254 રન અને અણનમ 71 રન બનાવ્યા હતા જ્યારે કૂકે 105 રન અને અણનમ 76 રન બનાવ્યા હતા. જેના કારણે બંને બેટસમેનોને ટૉપ 10 બેટસમેનોમાં સ્થાન મળ્યું છે. રુટને બે સ્થાનનો ફાયદો થયો છે અને તે નંબર-2 પર છે જ્યારે કૂકે ચાર સ્થાનની છલાંગ લગાવતા નંબર-9 પર આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન