પાકિસ્તાનને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે ઃ હજી પણ FATFનાં ગ્રે લિસ્ટમાં જ રહ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પાકિસ્તાનને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે ઃ હજી પણ FATFનાં ગ્રે લિસ્ટમાં જ રહ્યું

પાકિસ્તાનને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે ઃ હજી પણ FATFનાં ગ્રે લિસ્ટમાં જ રહ્યું

 | 8:13 am IST
  • Share

 

 

તંકવાદ ફેલાવીને આખા વિશ્વ પર રાજ કરવાની અને લોકોને આતંકના ઓથાર વચ્ચે ફફડાટમાં જિંદગી ગુજારવા મજબૂર કરવાની પાકિસ્તાનની મેલી મુરાદ ક્યારેય પાર પડી નથી. અમેરિકા સહિત આખું વિશ્વ જાણે છે કે પાકિસ્તાન દ્વારા આતંકીઓને તેના દેશમાં આશરો આપવામાં આવે છે. ભારત સહિત અન્ય દેશોમાં આતંક ફેલાવવા આતંકીઓને શસ્ત્રો તેમજ હથિયારો સપ્લાય કરવામાં આવે છે. મુસ્લિમ દેશો દ્વારા આતંક ફેલાવવા ટેરર ફંડિંગનો સહારો લેવામાં આવે છે. પાકિસ્તાનનો પણ આમાં મોટો હાથ હોવાનું માનવામાં આવે છે. અમેરિકા તેમજ વિશ્વના અન્ય દેશોએ આતંકવાદનો આશરો નહીં લેવા તેમજ આતંકીઓને પનાહ નહીં આપવા પાકિસ્તાનને વારંવાર અનુરોધ કર્યો છે. આમ છતાં તે કોઈ ને કોઈ બહાના બતાવીને તે જાણે આતંકવાદને પોષતું જ નથી તેવા દાવા કરી રહ્યું છે. ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (હ્લછ્હ્લ) દ્વારા અવારનવાર પાકિસ્તાનને તેની ધરતી પરથી આતંકવાદનો સફાયો કરવા તેમજ આતંકીઓને મદદ નહીં કરવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે જ્યારે પાક. હ્લછ્હ્લના સાણસામાં આવ્યું છે ત્યારે તેણે આતંકીઓ સામે પગલાં લેવાનાં નાટક કર્યા છે અને આતંકવાદનો સફાયો કરવાનો દેખાવ કર્યો છે. ભારત સહિત અનેક દેશોનાં દબાણને કારણે હ્લછ્હ્લ દ્વારા પાકિસ્તાનને ફરી એકવાર ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું છે. તેને આતંકવાદનો નાશ કરવા કેટલાંક પગલાં લેવા તાકીદ કરાઈ છે. જો ત્રાસવાદને નાથવામાં તે નિષ્ફ્ળ જશે તો હ્લછ્હ્લનાં બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. એક વખત જો તેને હ્લછ્હ્લનાં બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તો વિદેશી નાણાસંસ્થાઓ દ્વારા મળતી તમામ આર્િથક સહાયના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે તેની તેને ખાતરી છે. આથી હ્લછ્હ્લનાં ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટથી બચવા તે હવાતિયાં મારી રહ્યું છે. ભારતે જ્યારે જયારે પાકિસ્તાનને આતંકવાદના કઠેડામાં મૂક્યું છે ત્યારે પાક. દ્વારા તેને ભારત તરફથી ખોટા આરોપો ગણાવીને ફગાવી દેવામાં આવે છે. ભારતને વારંવાર પુરાવા મળ્યા છે કે પાક. દ્વારા હજી તેની જમીન પરથી ભારતમાં તેમજ અન્ય પડોશી દેશોમાં આતંકી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. પાકિસ્તાન દ્વારા વિશ્વ સ્તરે આપવામાં આવતી ચેતવણીને પણ ઘોળીને પી જવામાં આવે છે. અમેરિકા અને અન્ય દેશો દ્વારા જવાબ માંગવામાં આવે ત્યારે કોઈ ને કોઈ બહાના બતાવીને તે બચતું રહ્યું છે. અમેરિકાએ પાક.ને ટેરર ફંડિંગની તપાસમાં તેમજ યુએન દ્વારા બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવેલાં આતંકી સંગઠનો અને આતંકીઓ સામે પાક.માં પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે. આતંકવાદનો નાશ કરવા ૨૭ પગલાં લેવાનાં હ્લછ્હ્લના આદેશનું પાલન કરવા પણ ચીમકી આપવામાં આવી છે. ટેરર ફંડિંગની તપાસમાં મદદ નહીં કરવા માટે તેમજ આતંકીઓ સામે કાનૂની પગલાં નહીં લેવા માટે હ્લછ્હ્લ દ્વારા ગયા મહિને જ પાક.ને ફરી ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. હ્લછ્હ્લ દ્વારા સૂચવવામાં આવેલા ૨૭માંથી કેટલાંક પગલાં લેવામાં પાક. દ્વારા પ્રગતિ સાધવામાં આવી છે પણ બાકી રહેલાં પગલાં તાકીદે લેવા માટે હ્લછ્હ્લ દ્વારા પાક.ને કહેવામાં આવ્યું છે. આર્િથક કટોકટી અને નાંણાંખેંચ અનુભવી રહેલા પાકિસ્તાને સ્પષ્ટ રીતે સમજી જવાની જરૃર છે કે જો પ્રજા માટે વિકાસલક્ષી કાર્યો કરવા તેમજ અન્ય જરૃરિયાતો પૂરી કરવા પૈસા જોઈતા હશે તો આતંકવાદ, આતંકી સંગઠનો તેમજ આતંકીઓનો સફાયો કરવો જ પડશે, અન્યથા નાણાસહાય માટે ચીન જેવા દેશો પાસે હાથ લંબાવતા રહેવું પડશે.

 

 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો