પાચનક્રિયા સુધારવામાં અક્સીર ધાણા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • પાચનક્રિયા સુધારવામાં અક્સીર ધાણા

પાચનક્રિયા સુધારવામાં અક્સીર ધાણા

 | 3:00 am IST
  • Share

મસાલામાં વપરાતા ધાણા પણ આપણા રસોડાનું એક અગત્યનું ઔષધ છે. ધાણા-જીરું મોટાભાગે સંયુક્ત રીતે જ વપરાતાં હોય છે. આમ છતાં લીલા ધાણા-કોથમીર તો સ્વતંત્ર રીતે જ ઘર ઘરમાં વપરાય છે. કોથમીરનો દાળશાકમાં લીલા મસાલા રૂપે ઉપયોગ થાય છે. મીઠો લીમડો, કુમળું આદું, લીલું લસણ, લીલાં મરચાં અને કોથમીર આ રસોડામાં વપરાતો લીલો મસાલો છે. કોથમીર ઠંડી હોવાથી દાહ, તરસ, દૂઝતા મસા અને ગરમીના કારણે આવતા પિત્તજ્વર (તાવ)માં ઉપયોગી છે. કોથમીર રુચિકર હોવાથી પાચન સુધારે છે. વિટામિન એ તેમાં પુષ્કળ પ્રમાણમાં છે. 

નસકોરી ફૂટી હોય કે ઝાડા-પેશાબ વાટે લોહી જતું હોય તો ધાણા, કાળી, દ્રાક્ષ, ખાંડ અને અરડૂસીના રસનું શરબત બનાવી પીવાથી તાત્કાલિક પરિણામ મળે છે.  રસોડામાં વપરાતાં આવાં તો અનેક ઔષધ દ્રવ્યો છે. કોકમ, કુમળું આદું, મીઠો લીમડો, લીંબુ, ગોળ, લીલાં શાકભાજી આ બધાં આહાર દ્રવ્યો હોવા છતાં એનો ઔષધ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. શરીરને નિરોગી રાખવામાં મરી-મસાલા, શાકભાજી, અનાજ, કઠોળ, ઘી, તેલ અને ફળફળાદિનો ફાળો ખૂબ જ મોટો છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો