પાટડી ગ્રામ્ય GRD ભરતીમાં જરૂરી ડૉક્ટરી પ્રમાણપત્ર માટે ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા - Sandesh
  • Home
  • Gujarat
  • પાટડી ગ્રામ્ય GRD ભરતીમાં જરૂરી ડૉક્ટરી પ્રમાણપત્ર માટે ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા

પાટડી ગ્રામ્ય GRD ભરતીમાં જરૂરી ડૉક્ટરી પ્રમાણપત્ર માટે ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા

 | 4:56 am IST
  • Share

પાટડી CHCમાં એક જ તબીબ હાજર હોઈ ખારાઘોડાથી ફાળવણી કરાઈ

THOએ તાત્કાલિક અલગ વ્યવસ્થા ઉભી કરી ઉમેદવારોની તબીબી ચકાસણી કરાવતા રાહત

પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક જ ડોક્ટર હાજર હોવાથી તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક ખારાઘોડાથી ડોક્ટરની ફળવણી કરાઈ હતી.

પાટડી તાલુકાની ખાલી પડેલ GRD જગ્યા માટે સુરેન્દ્રનગર ખાતે ડોક્ટરી ચકાસણી પ્રમાણપત્ર સહિતના જરૂરી પુરાવા સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું હતું ત્યારે પાટડીના 450થી વધુ ઉમેદવારો એકસાથે ડોક્ટરી પ્રમાણપત્ર કઢાવવાનું થતા પાટડી ખાતે ઉમેદવારો પહોંચ્યા હતા, જ્યાં CHC ખાતે એક જ ડોક્ટર હાજર હોય OPD પણ ચાલુ હોવાથી ઉમેદવારો મુંઝવણમાં મુકાયા હતા. ઉમેદવારો દ્વારા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફ્સિર રણજીતસિંહ સગરને જણાવતા ઉમેદવારોની મૂંઝવણ દૂર કરવા ખારાઘોડા આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા ડોક્ટર ગોપાલ ઠાકોરને પાટડી ખાતે બોલાવી તમામ ઉમેદવારોની ફ્ટિનેસ અંગે ચકાસણી કરી આપવા વ્યવસ્થા ઉભી કરાતા તમામે હાશકારો અનુભવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો