પાટિલના ઘરે મંત્રીપદ ઈચ્છુક સ્ન્છની લાઈનો લાગી, પૂર્વ ગૃહમંત્રી કલાક બેઠા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પાટિલના ઘરે મંત્રીપદ ઈચ્છુક સ્ન્છની લાઈનો લાગી, પૂર્વ ગૃહમંત્રી કલાક બેઠા

પાટિલના ઘરે મંત્રીપદ ઈચ્છુક સ્ન્છની લાઈનો લાગી, પૂર્વ ગૃહમંત્રી કલાક બેઠા

 | 2:00 am IST
  • Share

 વિધાનસભાની ચૂંટણીને આડે ૧૪ મહિના બાકી છે. તે પહેલા નવી સરકારમાં મંત્રીપદ મેળવવા પહેલી ટર્મના જૂનિયરોથી લઈને ત્રણ- ચાર ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોએ હવે જબરજસ્ત લોબિંગ શરૃ કર્યુ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના સેક્ટર- ૯ સ્થિત બંગલે મંગળવારની સવાર- સાંજ ધારાસભ્યો જોવા મળ્યા હતા. જ્યારે બપોરના સમયે પુર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને પાટીલ વચ્ચે એક કલાક બંધબારણે મુલાકાત થઈ હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના બંગલે સવારે વાગરાના ધારાસભ્ય અરૃણસિંહ રાણા, હિંમતનગરના રાજેન્દ્રસિંહ ચાવડા, મહુવાના મોહનભાઈ ઢોડિયા અને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ જોવા મળ્યા હતા. બંગલાની બહાર આવેલા ધારાસભ્યો આ મુલાકાત સામાન્ય હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે સાંજે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ પાટીલને મળવા આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને તેમના બંગલે દિવસભર જોવા મળેલા ઉપાધ્યક્ષો, મહામંત્રીઓ સવારે ૧૧ વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉપસ્થિત હતા. ગુજરાતમાં પોતાના પક્ષમાં સર્જાયેલી ઉથલપાથલો ઢાંકવા ભાજપમાં ફટાફટ રાષ્ટ્રીય નેતાઓના કાર્યક્રમો તૈયાર થઈ રહ્યા છે. રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ અને બેંગ્લુરુંથી સાંસદ તેજસ્વી સુર્યા મોદીના જન્મદિવસે વડનગર જશે. કિસાન મોરચના રાષ્ટ્રીય અધ્યક્ષ ચાહરજીનો કાર્યક્રમ નક્કી કરાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો