પાણીની મોટર ચાલુ કરતી વખતે વીજ કરંટ લાગતા યુવાનનું મોત - Sandesh
  • Home
  • Surat
  • પાણીની મોટર ચાલુ કરતી વખતે વીજ કરંટ લાગતા યુવાનનું મોત

પાણીની મોટર ચાલુ કરતી વખતે વીજ કરંટ લાગતા યુવાનનું મોત

 | 11:42 pm IST

સુરત, તા. ૨૧  

પાંડેસરા ખાતેની શાંતિવન સોસાયટીમાં પાણીની મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગવાથી યુવાનનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા સ્થિત શાંતિવન સોસાયટીમાં રહેતો બાહન દંડપાણી સ્વાઈ (ઉ.વ.૩૭) નું આજે સવારે વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. બાહન આજે સવારે ઘરે પાણી ભરવા માટે મોટર ચાલુ કરવા ગયો હતો, ત્યારે મોટર ચાલુ કરવા ગયેલો બાહન બોર્ડમાં ભેરવેલી પીનને અડી જતા કરંટ લાગવાથી ત્યાં જ ઢળી પડયો હતો. બનાવની જાણ થતા ૧૦૮-એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

જોકે, સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ચૂક્યું હતું. કાપડના કારખાનામાં કામ કરતો મૃતક બાહન બે સંતાનનો પિતા હતો. બનાવ અંગે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.