પાણીવેલા ગામે રહેણાક વિસ્તારમાં દીપડાએ પાંચ બકરાંનો શિકાર કર્યો - Sandesh
  • Home
  • Baroda
  • પાણીવેલા ગામે રહેણાક વિસ્તારમાં દીપડાએ પાંચ બકરાંનો શિકાર કર્યો

પાણીવેલા ગામે રહેણાક વિસ્તારમાં દીપડાએ પાંચ બકરાંનો શિકાર કર્યો

 | 2:03 am IST

લીમખેડા ઃ સીંગવડ તાલુકાના પાણીવેલા ગામે આવેલા હોળી ફળિયામાં ગત રાત્રે શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી પહોચેલા વન્ય પ્રાણી દિપડાએ ઘરમાં ઘુસી જઇને એક બકરાનો શિકાર કરી ઉઠાવી જતાં રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જ્યારે જંગલમાં ચરતા પાંચ બકરાનો શિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પાણીવેલા ગામે રહેતા સંગીતાબેન અભેસીંગભાઇ ચૌહાણ ગતરાત્રે જમી પરવારી પશુઓને ઘરમાં બાંધી સુઈ ગયાં હતા તે દરમિયાન મધરાત્રીએ શિકારની શોધમાં આવી પહોચેલા વન્ય પ્રાણી દિપડોે સંગીતાબેનના ઘરમાં બકરાની ગંધ આવતા તેઓના ઘરનો લાકડાનો દરવાજો તોડી ઘરમાં ત્રાટક્યો હતો. તે પૈકીના એક બકરાનો શિકાર કર્યો હતો. અવાજ સાંભળી પરિવારજનો જાગી ગયા હતા. અને દિપડો હોવાનું માલુમ પડતાં ભયથી ફફડી ઉઠયા હતા. ત્યાર બાદ દિપડો જંગલ વિસ્તાર તરફ ભાગી છુટયો હતો. બે દિવસ પહેલા પણ દિપડાએ દિવસ દરમિયાન જંગલમાં ચરતા એક સાથે પાંચ બકરા પર હૂમલો કરતાં ત્રણ બકરાને સ્થળ પર જ મૃત હાલતમાં મળ્યાં હતાં. આમ રહેણાંક વિસ્તારમાં હિંસક પ્રાણી દીપડો અવાર નવાર આવી પહોંચતા ગામમાં ભયનો માહોલ છવાયો છે.

;