પાણી પુરવઠા ખાતું અને ગેરીના રિપોર્ટમાં લાઇટિંગ કરવા સૂચવાયું હતંુ  - Sandesh
  • Home
  • Baroda
  • પાણી પુરવઠા ખાતું અને ગેરીના રિપોર્ટમાં લાઇટિંગ કરવા સૂચવાયું હતંુ 

પાણી પુરવઠા ખાતું અને ગેરીના રિપોર્ટમાં લાઇટિંગ કરવા સૂચવાયું હતંુ 

 | 3:39 am IST

આજવામાંથી નીકળતા પાણીનું સીપેજ જોવા લાઇટિંગ કરાશે સ્થાયીએ હાલ પૂરતી દરખાસ્ત મુલતવી કરી, હવે આગામી બેઠકમાં નિર્ણય લેવાશે

ા વડોદરા ા

શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડતા સ્ત્રોત પૈકી મહત્વના ગણાતા આજવા ડેમની સુરક્ષા કાજે ત્યાં નવીન લાઈટીંગની સુવિધા ઊભી કરાશે. જે લાઈટીંગને કારણે ડેમમાંથી નીકળતા પાણીના સીપેજની માત્રાનુ નીરિક્ષણ કરી શકાશે. હાલ પૂરતુ આ કામગીરી કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત મુલતવી કરાઈ છે.

આજવા સરોવર ખાતે ડેમ પર લાઈટીંગ કરવાની સુવિધા કરવા પાણી પુરવઠા વિભાગ તેમજ ગુજરાત એન્જિનિયરીંગ રીસર્ચ ઈન્સ્ટીટયૂટ (ગેરી)ના ડેમ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન દ્વારા ઈન્સ્પેક્શન કરાયંુ હતંુ અને તે બાબતનો અહેવાલ રજૂ કરાયો હતો. જે મુજબ ડેમ પર તથા પાથ-વે તેમજ ડેમમાંથી નીકળતા સીપેજ પાણીની માત્રાના નિરીક્ષણ અને ડેમની સલામતી માટે લાઈટીંગની સુવિધા ઊભી કરવાનુ સૂચન કરાયુ હતુ. જેથી કોર્પોરેશન દ્વારા તેના ટેન્ડર બહાર પડાયા હતાં. જેમાં સાત પૈકીના એક ઈજારદારે કોર્પાેરેશનના અંદાજ કરતા ૨૬.૧૯ ટકા ઓછા ભાવનુ એટલે કે રૃ. ૬૭.૭૪ લાખનુ ભાવપત્રક રજૂ થયુ હતુ. જેની મંજૂરી અર્થે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ હતી. જો કે સમિતિ દ્વારા તે દરખાસ્ત હાલ પૂરતી મુલતવી કરી દેવાઈ હતી. જો કે હવે આગામી અઠવાડીયે મળનારી બેઠકમાં ચર્ચા કરીને નિર્ણય લેવાશે.

;