પાદરાથી ભક્તો રથ સાથે અંબાજી જવા રવાના થયા - Sandesh
  • Home
  • Baroda
  • પાદરાથી ભક્તો રથ સાથે અંબાજી જવા રવાના થયા

પાદરાથી ભક્તો રથ સાથે અંબાજી જવા રવાના થયા

 | 2:47 am IST

૫૬ ગજની ધજા અને ૨૦૦ પદયાત્રીે

ા પાદરા ા

બોલ મારી અંબેના નાદ સાથે  ભાદરવી પુનમે રાજ્યભરમાંથી અનેક શ્રધ્ધાળુઓમાં જગદંબાના દર્શનાર્થે જતા હોય છે ત્યારે આવો જ એક રથ પાદરા ખાતે માઇભક્તોનો પ્રસ્થાન થયો હતો અને પાદરા પંથકમાં માં અંબેના નાદથી સમગ્ર પંથક ગુંજી ઉઠયું હતું.

મોટા અંબાજી ખાતે આમ તો દરેક પુનમનું ખુબજ મહત્વ હોય છે. પરંતુ ભાદરવી પુનમનું એક વિશેષ મહત્વ હોય છે જેમાં દર વર્ષે રાજ્ય અને દેશભરમાંથી અનેક શ્રધ્ધાળુઓ અને માઇ ભક્તો અને માં જગદંબાની આરાધના કરતા આવતા હોય છે.

જેમં પદયાત્રીઓ વિશેષમાં આવતા હોય છે અને રાજ્યભરમાંથી અનેક શ્રધ્ધાળુઓ પદયાત્રીઓ અને સંઘ રવાના થતા હોય છે.

ત્યારે આવો જ એક પદયાત્રીઓનો સંઘ પાદરા ખાતેથી રવાના થયો હતો. પાદરા ખાતેથી ૫૬ ગજની ધજા ૨૦૦ પદયાત્રીઓ અને માઇ ભક્તો માળી સમાજ તેમજ ઠાકોર સમાજના યુવાનો અને મહિલાઓ આ પદયાત્રામાં મોટા અંબાજી ખાતે પ્રયાન કર્યો હતો. આ સંઘ પાદરા ખાતેથી રવાના થતા પૂર્વે પાદરા નગરમાં માં નો રથ અને શોભાયાત્રા નીકળી હતી. આ સંઘ તા. ૧૩મીના રોજ વડોદરાથી મોટા અંબાજી તરફ પ્રયાણ કરશે અને અંબાજી ખાતે આનંદ ૧૪ને ને દિવસે અંબાજી ખાતે પહોંચી નિજ મંદિર ખાતે ધજા રોહણ કરશે.

;