પાદરાની રૂ. ૩૪ હજારની લૂટનો આરોપી વડોદરામાંથી ઝડપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પાદરાની રૂ. ૩૪ હજારની લૂટનો આરોપી વડોદરામાંથી ઝડપાયો

પાદરાની રૂ. ૩૪ હજારની લૂટનો આરોપી વડોદરામાંથી ઝડપાયો

 | 3:41 am IST

પાદરા ઃ પાદરા ખાતે પાતળીયા હનુમાન મંદિરમાં ગત તા. પમીના રોજ થયેલી ૩૪ હજારની લુંટના આરોપીઓ પૈકી એક આરોપીને પાદરા પોલીસે વડોદરા તરસાલી ચોકડીથી ઝડપી પાડયો હતો.

પાદરા ખાતે ગત તા ૫/૧૦/૨૦૧૫ ના રોજ પાતળિયા હનુમાન મંદિરમાં દશેક જેટલા અજાણ્યા ઈસમો મારક હથિયાર તથા દેશી તમંચા જેવા હથિયારો સાથે આવી મંદિરના પૂજારીને માર મારી તિજોરીનું તાળું તોડી રોકડા રૂપિયા ૧૦,૦૦૦ , સોનાની બે વીટીઓ ૮૦૦૦ , બે નાના મુગટ ૬૦૦૦ તથા એક ચાંદીનો મુગટ આશરે ૫૦૦ ગ્રામ કિંમત ૮૦૦૦ તથા દાનપેટીના આશરે ૫૦૦ રૂ.મોબાઈલ ફેન બે કિંમત ૧૫૦૦ , મળી કુલ ૩૪૦૦૦ની લૂંટ કરી ભાગી છુટયા હતા. જે ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારું ઇન્ટેલીજન્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સ આધારે શોધખોળ કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;