પાદરામાં દલિત સમાજની રેલી ઃ રજૂઆત કરાઇ - Sandesh
  • Home
  • Baroda
  • પાદરામાં દલિત સમાજની રેલી ઃ રજૂઆત કરાઇ

પાદરામાં દલિત સમાજની રેલી ઃ રજૂઆત કરાઇ

 | 11:56 pm IST

પાદરા, તા. ૨૩

પાદરામાં ઊનાના મોટા સમઢિયાળામાં કોઇ વ્યાજબી કારણ વગર યુવાનો દલિત હોવાથી તેમના પર અત્યાચાર ગુજારાયાની ઘચનાના પગલે આજે પાદરામાં દલિત શોષણ મુક્તિ મંચ પાદરા તાલુકાના સમિતિના કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવી નગરના મુખ્ય માર્ગો પર સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી પાદરા તાલુકા મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.

દલિતો પરના અત્યાચારના વિરોધમાં સતત ચોથા દિવસે વિરોધ

પાદરામાં ઊના દલિત યુવકો ઉપર થયેલા અમાનુષી અત્યાચારના પડઘા શમાવવાનું નામ લેતા નથી વિરોધ પદર્શન જારી રહેવા પામ્યું છે. જે અંતર્ગત પાદરામાં દલિત શોષણ મુક્તિ મંચ પાદરા તાલુકાના સમિતિના ગામે ગામથી કાર્યકરો પાદરાના જુના એર.ટી. ડેપો આવી ભેગા મળ્યા હતા. જ્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શપથ લઇ એક થવા સંઘર્ષ કરી જેવા સુત્રોચ્ચારો સાથે વિસ્તારને ગજવી મુક્યો હતો.ત્યારબાદ જુના એસ.ટી. ડેપો, ટાવર રોડ, જુના એસ.ટી. ડેપો રોડ – ગાયત્રી મંદિર સહિતના મુખ્ય માર્ગો પર રેલી સુત્રોચ્ચાર સાથે ફરી હતી. ત્યાર બાદ રેલી પાદરા તાલુકા મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.પાદરા તાલુકા દલિત શોષણ મુક્તિ મંચ દ્વારા નગરના મુખ્ય માર્ગ પર પ્લેકાર્ડ સુત્રોચ્ચાર સાથે નીકળેલ રેલીના પગલે પાદરામાં કોઇ અનીચ્છનિય બનાવ ના બને તે માટે પાદરા અને વડુ પોલીસ સઘન બંદોબસ્ત સાથે કાફલો આગળ – પાછળ ગોઠવી દેવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે પાદરા દલિત સમાજના ભાઇ બહેનો દ્વારા સતત બે દિવસ રેલી – સુત્રોચ્ચારો આવેદન પત્રો – ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આજે પાદરા તાલુકા દલિત શોષણ મુક્તિ મંચ દ્વારા રેલી અને આવેદનપત્રના કાર્યક્રમો યોજયા હતા. આણ ઊના દલિત યુવાનો ઉપર થયેલા અમાનુષી અત્યાતારના પડઘા આજે ચોથા દિવસે પણ ચાલુ રહ્યા હતા.