પાદરામાં નદી કિનારે કંપનીના પરા બંધાતા જમીનનું ધોવાણ - Sandesh
  • Home
  • Baroda
  • પાદરામાં નદી કિનારે કંપનીના પરા બંધાતા જમીનનું ધોવાણ

પાદરામાં નદી કિનારે કંપનીના પરા બંધાતા જમીનનું ધોવાણ

 | 8:26 pm IST

પાદરા, તા. ૧૯

પાદરાના મહીસાગર નદીમાં ખાનગી કંપનીઓ દ્વારા પરા બાંધવાથી ચોકારી અને ડબકા ગામના ૧૫૦ ખેડૂતોની જમીનો ધોવાણ થતાં, વળતર માંગણી કરી રહેલા ખેડૂતોએ ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ન્યાય નહીં મળે તો તા. ૨૮ બાદ ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતોએ આપી હતી.

  • ચોકારી અને ડબકાના ૧૫૦ ખેડૂતોની કલેક્ટરને રજૂઆત

પાદરા તાલુકાના ચોકારી અને ડબકા ગામ મહીસાગર નદીના કિનારે આવેલા ગામો છે. અને નદી કિનારે આવેલ ખેડૂતોની જમીનનું ધોવાણ મહી નદીમાં ખાનગી કંપનીએ લાઇન બિછાવવા માટે નદીમાં બાધેલા પરાઓના બાંધકામના કારણે નદી પરની જમીનોનું ધોવાણ થતુ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા. આ અંગે છેલ્લા ઘણાં સમયથી ખાનગી વીજ કંપની સામે ગેસ કંપની સામે વળતરની માંગણી સાથે કલેક્ટર સહીત ઉચ્ચકક્ષાએ લેખીતમાં રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. સાથે આ કંપની નીવડી ઓફીસોની બહાર ધરણા પણ કરી ચૂક્યા છે. છતાંયે ખેડૂતોના પ્રશ્નોનું કોઇ નિવારણ આવ્યુ નથી જેથી આજે ચોકારી અને ડબકા ગામના ખેડૂતોએ પાદરાના ધારાસભ્યની ઓફિસ આવી આવેદનપત્ર આપ્યું હતું. ધારાસભ્ય દિનુમામા સંજોગો વસાત બહાર હોવાથી તેઓના પી.એ. આવેદન પત્ર સ્વીકાર્યું હતું.

ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી તેઓની માંગણીઓ અંગે રજૂઆત કરી ચૂક્યા છતાં પણ કોઇ નિવારણ નહી આવતાં ખેડૂતો હવે આવનાર ચૂંટણીમાં પોતાના મતો કોણે આપવા તે અંગે પણ વિચારણા કરશે તેવું જણાવ્યું હતું. છેલ્લા બે માસથી સતત રજૂઆત કરી રહેલ ચોકારી અને ડબકાના ખેડૂતો હવે અકરમકા મૂડમાં આવ્યા છે. અને તા. ૨૮ મીએ વડોદરા ખાતે જંગી રેલી દ્વારા પોતાના આંદોલનનો પ્રારંભ કરશે તેવી ચીમકી આપી હતી. ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું હતું.