પાદરા ખાતે પાંચમા દિવસે શ્રાીજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પાદરા ખાતે પાંચમા દિવસે શ્રાીજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું

પાદરા ખાતે પાંચમા દિવસે શ્રાીજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું

 | 2:30 am IST

૧૦૮ દીવાની આરતી કરાઈ ઃ પંડાલ પાસે તપેલામાં વિસર્જન

ગણપતિના પંડાલ પાસે ગરબા, ટીમલી, રાષ્ટ્રગીત વગાડાયું હતું

ા પાદરા ા

પાદરાના હિન્દુ એકતા ગ્રૂપ દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરી પાંચમા દિવસે શ્રાીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

પાદરામાં હિન્દુ એકતા ગ્રૂપ દ્વારા શ્રાીજીની સ્થાપના કરવામાં આવી હતી. પાંચ દિવસ વિવિધ ડેકોરેશન અને લાઈટિંગ કરવામાં આવ્યું હતું અને ધાર્મિક ભજન કીર્તન , અન્નકૂટ જેવા વિવિધ કાર્યક્રમો કરાયા હતા.  પાંચ દિવસે વિસર્જન કરવા નિમિતે સરકારની ગાઇડલાઇન મુજબ પંડાલ પાસે જ સાઉન્ડ સિસ્ટમ વગાડી ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. ગરબા, ટીમલી, રાષ્ટ્ર ગીતો વગાડી ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ એકતા ગ્રૂપ દ્વારા ૧૦૮ દીવાની ભવ્ય આરતી કરી પંડાલ પાસે જ તપેલામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો તથા વિવિધ સંગઠનો જોડાયા હતા. હિન્દુ એકતા ગ્રૂપ ના સભ્યો તથા ભક્તો વિસર્જનને પગલે ભાવુક બન્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;