પાદરા તાલુકા પંચાયતની ૨૨મીએ સભા - Sandesh
  • Home
  • Baroda
  • પાદરા તાલુકા પંચાયતની ૨૨મીએ સભા

પાદરા તાલુકા પંચાયતની ૨૨મીએ સભા

 | 8:24 pm IST

પાદરા, તા.૧૯

પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ ગીરવતસીંહ રાજ સામે મુકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે પાદરા તાલુકા પંચાયતના સભાખંડમાં તારીખ ૨૨ – ૭ – ૨૦૧૬ ના રોજ મીટીંગ મળશે. જેમાં અવિશ્વાસ પ્રસ્તાવ અને કાર્યવાહી થશે. જેમાં પાદરા તાલુકાના ધારાસભ્ય દીનુમામા અને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર મુખી બંને માટે પ્રતિષ્ઠાનો જંગ લંબાશે. જેના પગલે પાદરા તાલુકાના તાલુકા પંતાયતમાં રાજકીય મોરચે ગરમી આવી છે. જ્યારે ભાજપા અને કોંગ્રેસ વચ્ચે ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણનીનું રીહર્સલ થવા પામ્યું હતું.

  • પાદરા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસ પાસેથી સત્તા કબજે કરવા ભાજપના ધમપછાડા

પાદરા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ભાજપા ૧૦ કોંગ્રેસના ૧૪ અને ૨ અપક્ષ મળી કુલ      ૨૬ સભ્યોમાંથી ૨૧ સભ્યો દ્વારા ભેગા મળી પ્રમુખ ગીરવત સિંહ રાજના દર માસના સમય ગાળામાં પાદરા તાલુકા પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય મનસ્વી રીતેેએક તરફી વહીવટ કરે છે. તાલુકાના વિકાસમાં કામો કરવા નિષ્ફળ ગયા છે.

  • પાદરા ધારાભસ્ય દિનુમામા અને બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર મુખી વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

પ્રમુખ તરીકે ગીરવતસીંહ રાજ વહીવટમાં નિષ્ફળ નીવડયા છે. વિકાસને લગતા ચાર પ્રશ્નો લેખિતમાં આક્ષેપો કરીના ચૂંટાયેલી પાંખના ૨૬ માંથી ૨૧ સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ કર્યો હતો. જેના પગલે હાલમાં કોંગ્રેસનું સાસન જોખમમાં મુકાયું છે. જેના કારણે વડોદરા જિલ્લા કોંગ્રેસમાં પણ ખળભળાટ મચી ગયો છે. જેમાં કોંગ્રેસના હોદ્દેદારો ઉઘતા જડયા હતા.ગીરવતસીંહ રાજ વિરુદ્ધ અવિસ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં ભાજપાના ૧૦ એક અપક્ષ, ૧૦ કોંગ્રેસના સભ્યો મળી કુલ ૨૧ સભ્યોએ સહીઓ કરી છે. એક અપક્ષ સહિત ચાર કોંગ્રેસના સભ્યોએ સહીઓ કરી નથી. આમ    પાદરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષની જૂથબંધી આખે ઉડીને વળગે તેવી સ્પષ્ટ દેખાય છે.

અવિસ્વાસની દર ખાસ્ત મહા કારોબારી ચેરમે જ્યંતીભાઇ પઢિયાર ઉપપ્રમુખ જશવંતસિંહ ગોહિલે પણ નારાજગી દર્શાવી તે પણ ચર્ચાનો વિષય છે.પરંતુ હાલમાં ચૂંટાયેલા સદસ્યોને અવિસ્વાસ પ્રસ્તાવ પસાર થાય નહીં તે માટે જોર તોડમાં એક ચોક્કસ જૂથ લાગી ગયું છે. આમ ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં સફળ થાય છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યું છે. હાલમાં કોંગ્રેસ પક્ષે પોતાના ચૂંટાયેલા સભ્યો સાથે મિટિંગ ચાલુ રાખી છે.

હાલમાં કોંગ્રેસને કેટલાંક સદસ્યોને છોેડીને કેટલાંક સદ્સ્યોનું એક જૂથ અજ્ઞાાત સ્થળે મોકલી આપવામાં આવ્યું છે મીટીંગના દિવસે કેટલાંક સભ્યો ગેર હાજર રહે તો નવાઇ પામવા જેવું નથી. તારીખ ૨૨ મીએ ભાજપા અને કોંગ્રેસ બંનેની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે હવે ભાજપ પાસે દરખાસ્ત પસાર કરવા માટે ભાજપ પાસે પુરતું સભ્યબળ થશે કે શું તે ૨૨ મીએ પાદરા તાલુકા પંચાયતના સભા ખંડમાં બપોરે ૧ કલાકે મનળાની સામાન્ય સભામાં ખબર પડશે.