પાદરા શ્વેતાંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી - Sandesh
  • Home
  • Baroda
  • પાદરા શ્વેતાંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી

પાદરા શ્વેતાંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી

 | 2:46 am IST

હર્ષોલ્લાસ સાથે ર્ધાિમક કાર્યક્રમો યોજાયા

પાંચમા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે

ા પાદરા ા

શ્વેતાંબર જૈન સમાજ પાદરા સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની હર્ષોલ્લાસ અને વિવિધ ર્ધાિમક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્વેતાંબર પાદરા જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભક્તિભાવપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ર્ધાિમક કાર્યક્રમોનું આયોજન રોજેરોજ કરવામાં આવ્યું છે. સવારમાં પ્રતિક્રમણ બાદ પ્રભુ પુજા તથા ત્યારબાદ વીર સૈનિકો દ્વારા સંભવનાથ જૈન દેરાસરમાં પ્રભુની સુંદર આગી થાય છે. ભાદરવા સુદ એકમના દિવસે મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જૈન વિદ્યા શાળામાં ઉછામણી યોજાઇ હતી. જેમા ંભગવાન માતાજી ત્રીસલા માતાને આવેલા ૧૪ સ્વપ્નોની બોલી બોલવામાં આવી હતી. જેમાં શ્વેતાંબર જૈન સમાજના બંધુઓએ ભાગ લીધો હતો. બોલીમાં ભગવાનના પાણીનો લાભ શાંતિલાલ શાહ પરિવાર લીધો હતો. જેથી ભાગ્યશાળી પરિવારે મહાવીર ભગવાનનું પારણું તેઓના ઘરે શોભાયાત્રા સ્વરુપે લઇ ગયા હતાં. જેમાં જૈન બંધુઓ જોડાયા હતાં. પાંચમા દિવસે ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળશે. જૈન સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૈન બંધાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

;