પાનોલી જીઆઇડીસીની કંપનીમાં યુવકનો ગળેફંસો ખાઈ આપઘાત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પાનોલી જીઆઇડીસીની કંપનીમાં યુવકનો ગળેફંસો ખાઈ આપઘાત

પાનોલી જીઆઇડીસીની કંપનીમાં યુવકનો ગળેફંસો ખાઈ આપઘાત

 | 3:07 am IST

। અંકલેશ્વર ।

અંકલેશ્વર અને ભરૂચમાં દિવસેને દિવસે આપધાતના કિસ્સાઓ ઘણા વધી રહ્યા છે. કોઈક અંગત કારણોસર ક્યાં તો જીવનથી નાસીપાસ થઇ અને લોકો મોતને વ્હાલુ કરે છે. ત્યારે અંકલેશ્વરના ઉમરવાડાના એક યુવકે પોતાના જ પરિવારથી કંટાળી જઈ અને કંપનીમાં પહોચ્યા બાદ ગળે ફંસો ખાઈ અને આપઘાત કર્યો હતો.

બનાવ અંગે મળતી વિગતવાર માહિતી અનુસાર, યુવક નીતેશભાઈ ચંદુભાઈ વસાવા રહે, ઉમરવાડા નૂરનગર તા. અંકલેશ્વર નાઓનો પોતાની પત્ની સાથે અણબનાવ રહેતો હતો રોજ જ કોઈ અંગત કારણોસર ઝધડા થતા હતા જેથી કંટાળીને વનીતાબેન છેલ્લા ત્રણ વર્ષથી તેઓના બાળકોને લઈને તેઓનાપિયરમાં જતા રહ્યા હતા જેથી નિતેશભાઈ ટેન્શનમાં જ રહેતા હતા જે વાત મનમાં ઠસી જતા આખરે તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને પાનોલી ય્ૈંડ્ઢઝ્ર હાઈકલ કંપનીમાં કામ અર્થે આવી અને ગળેફંસો ખાધો હતો અને જીવન ટુકાવ્યું હતું જે વાતની જાણ પોલીસને થતા જી.આઈ.ડી.સી. પોલીસનો કાફ્લો કંપની પર આવી પહોંચ્યોહતો

અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;