પારનેરાપારડી સુગર ફેક્ટરી પાસે દારૃ-બિયરનો જથ્થો ઝડપાયો - Sandesh
  • Home
  • Newspaper
  • પારનેરાપારડી સુગર ફેક્ટરી પાસે દારૃ-બિયરનો જથ્થો ઝડપાયો

પારનેરાપારડી સુગર ફેક્ટરી પાસે દારૃ-બિયરનો જથ્થો ઝડપાયો

 | 3:30 am IST

ા વલસાડ ા

વલસાડ રૃરલ પોલીસે પારનેરાપારડી હાઇવે પાસેથી પસાર થતી એક કારમાંથી રૃ. ૭૩,૮૦૦ની કિંમતનો દારૃ-બિયરનો જથ્થો ઝડપી પાડયો હતો. કારચાલક ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

વલસાડ રૃરલ પોલીસની ટીમે સોમવારે પારનેરાપારડી હાઇવે પાસે, સુગર ફેક્ટરી નજીક ગોઠવેલી પ્રોહિબિશનની વોચ દરમિયાન હે.કો. ચંદુભાઈ સુરપાલને, એસ્ટીમ કાર (નં.જીજે.૦૭.એચ.૮૬૯૩)માં દારૃ-બિયરનો જથ્થો ભરી સુરત તરફ મોકલવામાં આવનાર હોવાની મળેલી બાતમીને આધારે પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસની ટીમને જોતા જ ખેપિયો કાર પાર્ક કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે તપાસ કરતા, કારમાંથી દારૃ-બિયરની ૧૦૯૬ બોટલો (કિંમત રૃ. ૭૩,૮૦૦) મળી આવી હતી. પોલીસે દારૃ-બિયરનો જથ્થો અને કાર મળી કુલ્લે રૃ. ૧,૭૩,૮૦૦નો મુદ્દામાલ કબજે લઇ, ફરાર કારચાલકને વોન્ટેડ જાહેર કરાયો છે.

;