પાર્ટી બધાને ગમતા, સાથે રાખીને ચાલે તેવા લોકપ્રિય ચહેરાની પસંદગી કરે છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પાર્ટી બધાને ગમતા, સાથે રાખીને ચાલે તેવા લોકપ્રિય ચહેરાની પસંદગી કરે છે

પાર્ટી બધાને ગમતા, સાથે રાખીને ચાલે તેવા લોકપ્રિય ચહેરાની પસંદગી કરે છે

 | 4:21 am IST
  • Share

ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થાય તે પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હંમેશા નેતૃત્વ તો પાર્ટી મજબૂત અને લોકપ્રિય નેતા પસંદ કરતી હોય છે, સ્વભાવિક છે કે, બધાને સાથે રાખીને ચાલે અને આખું ગુજરાત જેમને ઓળખતું હોય તેવા મુખ્યમંત્રીના હાથમાં નેતૃત્વ હોવું જોઈએ, ગુજરાતના મુખ્યમંત્રી કેવા હોવા જોઈએ તે અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાત જેને ઓળખે તેવા મુખ્યમંત્રી હોવા જોઈએ, અનુભવી મુખ્યમંત્રી હોવા પણ ખૂબ જરૃરી છે, ગુજરાતને સબળ નેતૃત્વ પ્રાપ્ત થાય તે જરૃરી છે. બધાને ગમતા લોકપ્રિય ચહેરાની પસંદગી પાર્ટી કરે, તમામ સમાજના સ્વીકૃત નેતા હોવા જોઈએ. ગુજરાતની છ કરોડ ૩૦ લાખ જનતામાં જાણીતો ચહેરો, લાખો કરોડોમાં લોકપ્રિય હોય તેમજ સંગઠનમાં જાણકાર, સંગઠનમાં મદદરૃપ થાય, એવા મુખ્યમંત્રી હોવા જોઈએ, કારણ કે આટલા મોટા ગુજરાતના પ્રગતિશીલ વિકસિત રાજ્ય કે જે ૅદ્બ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન સખત મહેનત કરી, ગુજરાતની પ્રતિષ્ઠા, સમૃદ્ધિ પ્રાપ્ત કરાવી છે, તેને આગળ વધારવાની છે. આ કોઈ ખાલી સ્થાન પૂરવા માટેનું કાર્ય નથી, જે રીતે દેશ આગળ વધી રહ્યો છે એ જ રીતે ૅદ્બ મોદીના માર્ગદર્શન પ્રમાણે સબળ નેતૃત્વ પ્રાપ્ત થાય અને ગુજરાતનો વિકાસ હજુ વધુ સારી રીતે સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરે એ પ્રમાણેના બધાને ગમતાં લોકપ્રિય ચહેરાની પસંદગી પાર્ટી કરે તે સ્વાભાવિક છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો