NIFTY 9,595.10 +85.35  |  SENSEX 31,028.21 +278.18  |  USD 64.4400 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પાલનપુરના મફતપુરામાં વરસાદી પાણીના નિકાલ બાબતે રજૂઆત

પાલનપુરના મફતપુરામાં વરસાદી પાણીના નિકાલ બાબતે રજૂઆત

 | 12:35 am IST

પાલનપુર તા.ર૦

પાલનપુરના માલણ દરવાજા નજીક આવેલ મફતપુરામાં છેલ્લા ઘણા વર્ષોથી સુવિધાઓથી વંચિત હોવાની અને વરસાદની ઋુતુમાં અહી પાણીનો ભરાવો રહેતો હોઈ સમસ્યા સર્જાય છે, ત્યારે વરસાદી પાણીના નિકાલ બાબતે આજે આ વિસ્તારના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરી છે. પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મફતપુરા વિસ્તારના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખિતમાં રજુઆત કરી હતી કે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૌતિક સુવિધાઓથી વંચિત છે અને ગટર લાઈન સુવિધા પણ ન હોવાની તેમજ પૂર્વ અને પશ્ચિમ બંને દિશાઓમાં એક બાજુ સોસાયટી અને બીજી બાજુ અંબાજી તરફ જતો રોડ સીસી બની જતા અને રોડનું લેવલ ઉંચુ જતા મફતપુરા વિસ્તારમાં ઉંડાણને લીધે ચોમાસાની ઋુતુમાં ૮ થી ૧૦ ફુટ પાણી ભરાઈ જવાનો ભય રહે છે અને દર ચોમાસે અહી હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈન નાંખીને મેઈન રોડ પર આવેલા મોટા ચેમ્બરમાં તેનું કનેક્શન આપવાથી આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ હોવાની મઝહર કુરેશી નામના આ વિસ્તારના રહીશે રજુઆત કરી છે. આમ, મફતપુરા વિસ્તારમાં આગામી ચોમાસામાં પણ હાલાકી ન પડે તે હેતુસર વરસાદી પાણીના નિકાલ બાબતે આયોજન કરવા અંતે રજુઆત કરવામા આવી છે.

1