પાલનપુર, વિસનગર તરફ જતા લીંક રોડ પર PWDનો છબરડો - Sandesh
  • Home
  • Mehsana
  • પાલનપુર, વિસનગર તરફ જતા લીંક રોડ પર PWDનો છબરડો

પાલનપુર, વિસનગર તરફ જતા લીંક રોડ પર PWDનો છબરડો

 | 2:23 am IST

 મહેસાણા, તા.૧૯

મહેસાણામાં આવેલા વિસનગર લીંક રોડ પર પીડબલ્યુડીના છબરડાંને કારણે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહયા છે. કેમ કે,અહીં લગાવવામાં આવેલા દિશાસૂચક બોર્ડમાં પાલનપુર અને વિસનગરની દિશાઓ વિરોધાભાસી દર્શાવેલ હોવાથી અનેક મુશ્કેલીઓ ભાગવવી પડતી હોય છે.

જીલ્લા મથક મહેસાણા શહેરમાં આવેલા વિસનગર લીંક રોડ પર થઈને રોજબરોજ સંખ્યાબંધ વાહનો અવરજવર કરે છે.આ રોડ પાલનપુર-અમદાવાદ હાઈવે તથા ગાંધીનગર-વિસનગર રોડ પર અવરજવર કરવા માટે બાયપાસ રોડ હોવાથી અહીંથી હજારો વાહનો પસાર થાય છે.પરંતુ,આ રોડ પર આવેલા તાવડીયા રોડ નજીકની પ્રગતિનગર સોસાયટી આગળ હમણાં માર્ગમકાન  તંત્રએ દિશા દર્શાવતું બોર્ડ મૂકેલ છે.જેમાં પાલનપુર અને વિસનગર તરફ જવા માટેની રાખવામાં આવેલી દિશા સૂચક સાઈન વિરોધાભાસી હોવાથી અજાણ્યા વાહનચાલકો ખૂબ જ પરેશાની ભોગવી રહયા છે.વળી  આ બોર્ડ પર લખવામાં આવેલ મહેસાણા શહેરના નામમાં પણ ક્ષતિ રાખવામાં આવેલ છે,જેના કારણે તંત્ર દ્રારા આ દિશા સૂચક બોર્ડમાં રાખવામાં આવેલી ભૂલને સુધારવામાં આવે તો વાહનચાલકોની મુશ્કેલીઓ દૂર થાય તેવી વકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન