પાલિકા મુંબઇમાં પરિવહનને વધુ સુગમ બનાવવાની માત્ર વાતો કરીને બેસી ગઇ - Sandesh
  • Home
  • Mumbai
  • પાલિકા મુંબઇમાં પરિવહનને વધુ સુગમ બનાવવાની માત્ર વાતો કરીને બેસી ગઇ

પાલિકા મુંબઇમાં પરિવહનને વધુ સુગમ બનાવવાની માત્ર વાતો કરીને બેસી ગઇ

 | 3:17 am IST

મુંબઇ, તા. ૨૧  

શહેરમાં ટ્રેન, બસના પ્રવાસ સહિત જાહેર પરિવહનને નાગરિકો માટે વધુ સગવડભર્યું બનાવવા બીએમસીએ માર્ચમાં સ્થાયી સમિતિ સમક્ષ ક્રોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન (સીએમપી) રજૂ કર્યો હતો એ વાતને  ચાર મહિના વીતી ગયા છતાં નાગરિકોની પ્રતીક્ષાનો અંત આવ્યો નથી.  

પ્લાનમાં અલાયદો બસ માર્ગ, તમામ જાહેર પરિવહન માટે સિંગલ ટિકિટ સિસ્ટમ અને ર્પાિકગ સેલની રચનાનો સમાવેશ થાય છે. પ્રવાસની રીત-પ્રકાર, વસતિ અને ટ્રાફિકના આધારે કરાયેલા અભ્યાસ મુજબ આગામી ચાર વર્ષમાં યોજનાના અમલીકરણ માટે રૃા.૧૩,૦૦૦ કરોડથી વધારે મૂડીરોકાણની જરૂર પડશે.  

બીએમસીનો અભિગમ અયોગ્ય : એક્ટિવિસ્ટો  

બીએમસીએ હજુ સુધી તેની વેબસાઇટ પર આ પ્લાન પ્રસિદ્ધ નથી કર્યો, જે યોગ્ય અભિગમ નથી એમ એક્ટિવિસ્ટોનું કહેવું છે. પરિવહન નિષ્ણાત અશોક દાતારે જણાવ્યું હતું કે આ પ્લાન ડીપી જેટલો જ મહત્ત્વનો છે. નાગરિકોને યોજના વિશે માહિતી મળવી જ જોઇએ. કોસ્ટલ રોડ પ્લાન અને મેટ્રો પ્લાન અલગ-અલગ રજૂ કરી બીએમસીએ ટૂકડે ટૂકડે માહિતી પ્રસિદ્ધ કરવાનો અભિગમ અપનાવ્યો છે.

પ્લાનનો અમલ તબક્કાવાર થશે  

એક વરિષ્ઠ સુધરાઇ અધિકારીએ જણાવ્યું હતું કે ડીપી તો અમે પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ. આ ડીપીમાં સીએમપીના પણ કેટલાક ભાગનો સમાવેશ થાય છે. છતા લોકો ઇચ્છતા હોય તો અમે સીએમપી લોકસમીક્ષા માટે પ્રસિદ્ધ કરીશું. સીએમપીનો અમલ તબક્કાવાર થશે.  

સ્વતંત્ર બસ માર્ગ  

સીએમપી હેઠળ એક મહત્ત્વનો પ્રકલ્પ મહત્વના કોરિડોર પર સ્વતંત્ર બસ માર્ગનો છે. બાન્દ્રા અને દહિસર વચ્ચે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ૨૫.૨ કિ.મી.નો અલાયદો બસ માર્ગ અને ઇસ્ટર્ન એક્સપ્રેસ વે પર સાયનથી મુલુંડ સુધી ૧૯.૨ કિ.મી.ની ડેડિકેટેડ બસ લેન સહિત મહત્ત્વના રૂટનો આમાં સમાવેશ થાય છે.