પાલિતાણામાં ગાજવીજ સાથે ધોધમાર અઢી ઈંચ વરસાદ - Sandesh
  • Home
  • Bhavnagar
  • પાલિતાણામાં ગાજવીજ સાથે ધોધમાર અઢી ઈંચ વરસાદ

પાલિતાણામાં ગાજવીજ સાથે ધોધમાર અઢી ઈંચ વરસાદ

 | 3:33 am IST

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

પાલિતાણામાં બપોર બાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે સતત બે કલાક સુધી ધોધમાર વરસાદ ખાબકતા અઢી ઈંચ પાણી વરસી ગયુ હતુ. તો ગારિયાધારમાં પોણો ઈંચ અને વલભીપુર ૧૧ મિ.મિ. વરસાદ થયો હતો.

પાલીતાણા શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ભારે બફરા થી લોકો તોબા પોકારી હતા. જેમા આજે બપોર બાદ જોરદાર પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૃ થયો હતો. પાલિતાણા સહીત આજુબાજુના ગામોમાં અઢી ઈંચ મેઘકૃપા થતા ધરતીપુત્રો ખુશ થઈ ગયા હતા. આ વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી, આ વરસાદ પાલિતાણા સહિત આજુબાજુના ગામોમાં નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા હતા. નાના બાળકોથી માંડીને સૌએ મોસમના વરસાદમાં નાહવાની મજા માણી હતી. જ્યારે ગારિયાધાર શહેર અને પંથકમાં મેઘમહેરના કારણે આજે પોણો ઈંચ પાણી વરસી ગયુ હતુ. વલભીપુરમાં ૧૧ મિ.મિ., મહુવામાં ૦૨ મિ.મિ. જ્યારે ભાવનગર શહેરમાં ઝાપટા વરસ્યા હતા.ટાણાના વરલ, બેકડી, બુઢણા, સરકડિયા, ગુંદાળા, થોરડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે પાણી વહેતા થયા હતા.

વાળુકડ ગામે વિજળી પડતાં મહિલાનું મોત, અન્ય એક ગંભીર

આજે ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી ગોરંભાયેલાં વાદળા અને જિલ્લામાં પડેલાં છુટાછવાયા વરસાદ વચ્ચે ઘોઘાના વાળુકડ ગામે બપોરના સુમારે વિજળી પડતાં વાળુકડ ગામની જ બે મહિલા ઇજગ્રસ્ત થઇ હતી. જો કે, બે પૈકી એક મહિલાનું મોત નિપજયું હતું. સૂત્રોએ જણાવ્યું કે, આડે બપોરના સુમારે ઘોઘાના વાળુકડ ગામે રહેતાં હંસાબેન જીવરાજભાઇ સુતરિયા (ઉ.વ.૫૫) તથા રમાબેન ભીખાભાઇ પોતાના ખેતરેથી ચાલતા જતા હતા ત્યારે અકસ્માતે વિજળી પડતાં હંસાબેન જીવરાજભાઇ સુતરિયા (ઉ.વ.૫૫)નું મોત નિપજયું હતું. જયારે, રમાબેનને ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેની સ્થિતિ સ્થિર મનાય રહી છે. નજરે જોનારાના મતે વિજળી પડતાં ચાર લોકોને નાની મોટી ઇજા થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન