પાલિતાણામાં દલિતોની રેલી ઃ સજ્જડ બંધ - Sandesh
  • Home
  • Bhavnagar
  • પાલિતાણામાં દલિતોની રેલી ઃ સજ્જડ બંધ

પાલિતાણામાં દલિતોની રેલી ઃ સજ્જડ બંધ

 | 10:23 pm IST

(સંદેશ બ્યુરો)         પાલિતાણા, તા.૨૦  

ઊનાના દલિત દમનકાંડના વિરોધમાં આજે બુધવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં પાલિતાણામાં દલિત સમાજ દ્વારા વિરાટ રેલી કાઢવામાં આવી હતી.
આ રેલીમાં ૫૦૦થી વધુ દલિત આગેવાનો જોડાયા હતા. રેલીમાં નિકળેલા આગેવાનોએ શાંતિપૂર્ણ રીતે બંધની અપીલ કરતા પાલિતાણા સજ્જડ બંધ થઇ ગયું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે મુસ્કેટાટ બંદોબસ્ત ખડકી દીધો હતો.