પાલેજમાં ગેસ લાઇનનું કામ હજુ અધૂરું - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • પાલેજમાં ગેસ લાઇનનું કામ હજુ અધૂરું

પાલેજમાં ગેસ લાઇનનું કામ હજુ અધૂરું

 | 3:50 am IST

પાલેજ, તા.૯

પાલેજ ગામમાં ગેસ લાઇન દ્વારા ગેસ પુરો પાડવાની યોજનાનું કામ પુરૃ કરવા માંગ થઇ રહી છે.

પાલેજ ગામમાં અગાઉ મંજુર થયેલ ગેસ લાઇન પુરી પાડવાની યોજનાને ત્રણ વરસ થયા છતાં કામગીરી હાથ ધરવામાં આવતી નથી. ઘરે ઘરે ગેસ પુરો પાડવાની યોજના ખોરંભે પડી જવા પામી છે. પાલેજ જીઆઇડીસીમાં દહેજ તરફથી રેલવે લાઇન ક્રોસીંગ કરી ગેસ લાઇનનો પોઇન્ટ મુકાયાને પણ ચાર થી પાંચ વરસ થયા છે. ગુજરાત ગેસકંપનીને કોન્ટ્રાકટ આપ્યો હતો. જે પાછળથી આખી યોજના પડતી મુકાય ગઇ હતી.

ત્યાર પછી આજદિન સુધી ઘેર ઘેર ગેસ પુરો પાડવાની યોજના સાકાર થઇ નથી. ગામમાં અને જીઆઇડીસીમાં ગેસ લાઇનથી ગેસ પુરો પાડવા ધારાસભ્ય સક્ષમ રજુઆત કરવામાં આવી છે.

 

;