પાવાગઢમાં મહા આરતી-ગરબા મહોત્સવ યોજાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પાવાગઢમાં મહા આરતી-ગરબા મહોત્સવ યોજાયો

પાવાગઢમાં મહા આરતી-ગરબા મહોત્સવ યોજાયો

 | 3:15 am IST

ઓસમાન મીર અને ડિમ્પલ પંચોલીએ ગરબાની પ્રસ્તુતિ કરી સૌના મન મોહી લીધા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિશેષ સ્થાનો પર મહોત્સવનું આયોજન કરાયું હતું

ા હાલોલ  ા

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ વર્ષે નવરાત્રીના પ્રત્યેક દિવસે ગુજરાતમાં વિવિધ સ્થળોએ મા જગદંબાના વિશેષ સ્થાનો પર મહાઆરતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવરાત્રિના આઠમા નોરતે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ખાતે આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં મહા આરતી અને ગરબા મહોત્સવ યોજાયો હતો. પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર કાલોલના ધારા સભ્ય સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જાણીતા ગાયક કલાકાર ઓસમાન મીર અને ડિમ્પલ પંચોલીએ ગરબાની ભાવસભર પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.

જ્યારે ૧૧૦૦ દિવડાઓ સાથે કન્યાઓનાં જૂથ દ્વારા મહાકાળી માતાની આરતી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્ય મંત્રી જણાવ્યું કે ગરબા દ્વારા માતાજીની ભાવપૂર્ણ આરાધના કરવાની ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના સંવર્ધન માટે રાજ્યના વિવિધ પ્રચલિત મંદિરોના પટાંગણમાં નવરાત્રીના નવેય દિવસ મહાઆરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કોવિડની ગાઇડ લાઇનને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. નવરાત્રીના આઠમના પાવન દિવસે માની મહાઆરતીમાં સામેલ થવાનો અવસર મળવા માટે આનંદ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન, નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતના યાત્રાધામો વિશ્વફ્લક પર મૂકાયા છે. તેમજ શ્રાદ્ધાળુઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓનો વિકાસ થયો છે. મહાઆરતી કાર્યક્રમ પ્રકારના આયોજનોથી કલાકારોને પણ તેમની કલા રજૂ કરવાનો સુંદર અવસર મળે છે. તેમ જણાવ્યું હતું.

કોરોનારૂપી સંકટમાંથી લઘુત્તમ નુકસાન સાથે ઉગારવા માતાજીને પ્રાર્થના કરતા મંત્રીએ વેક્સિનેશનની બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સરકારનાં પ્રયાસોને હકારાત્મક પ્રતિસાદ આપવા અને રસી મૂકાવી પોતાની જાતને અને સમાજને સુરક્ષિત કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના મહત્તમ માનવીઓ સુધી પહોંચે તે પ્રકારે પ્રયાસો કરવા હાકલ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે સરકાર યાત્રાધામોનો ઉત્કૃષ્ટ અને સંતુલિત વિકાસ કરવા, આપણી સાંસ્કૃતિક ધરોહરો-પરંપરાઓને સંરક્ષિત રાખવા કટિબદ્ધ છે. અને મા મહાકાળીના ધામ પાવાગઢનો વિકાસ એ વાતની સાબિતી છે. કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ શક્યું નહોતું. ત્યારે સરકારે કોરોના સામે જરૂરી સાવચેતીઓ રાખી મહાઆરતીના સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, જે સંબંધિત વિસ્તારમાં પ્રવાસનના વિકાસમાં પણ ઉપયોગી સાબિત થશે તેમ જયદ્રથસિંહ પરમારે ઉમેર્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;