પાવાગઢ ખાતે આઠમાં નોરતે દોઢ લાખ માઇભકતો ઊમટયાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પાવાગઢ ખાતે આઠમાં નોરતે દોઢ લાખ માઇભકતો ઊમટયાં

પાવાગઢ ખાતે આઠમાં નોરતે દોઢ લાખ માઇભકતો ઊમટયાં

 | 2:30 am IST
  • Share

માતાજીના દર્શન સાથે આઠમના હવનનો પણ લાભ લીધો

સુરક્ષા માટે તળેટીથી પાવાગઢ ડુંગર સુધી સી.સી.ટીવી કેમેરા મૂકાયા હતા

ા હાલોલ 

યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખ ઉપરાંત માઇભકતો ઉમટી પડયા માતાજીના ભકતો એ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના આઠમ ના હવન દર્શન નો પણ લાભ લીધો હતો.

 યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રતિ વર્ષ ની જેમ આજે બુધવારે આસો  નવરાત્રીના આઠમાં નોરતે (આઠમનો) હવન મંદિર  પરિસરમાં  કરવામાં આવ્યો હતો. યજ્ઞનો આરંભ સવારે નવ કલાકે  શાસ્ત્ર્રોક્ત વિધિ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો  હતો. બપોર ના ૪.૩૦ કલાકે હવન કુંડમાં શ્રાીફ્ળ હોમી યજ્ઞનું  સમાપન કરવામાં આવ્યું હતું. આજે આઠમના નોરતાને લઇ  માતાજીના ભકતો એ માતાજીના દર્શન ની સાથે સાથે માતાજીના  આઠમના હવન દર્શનનો પણ લાભ લીધો હતો.  

 પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ના ડુંગર ઉપર બિરાજમાન શ્રાી મહાકાળી માતાજી ૫૧ શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ છે. આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે આઠમના દિવસે ને લઇ ગઈકાલ મોડી રાત્રી થીજ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે ઉમટી પડયા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા આજે આઠમ ના દિવસે વહેલી સવારના ચાર વાગે માતાજીના મંદિરની નીજ દ્વારા ભક્તોના દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પાવાગઢ ખાતે પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વવારા પ્રતિવર્ષની જેમ યાત્રિકોને સલામતી અને સુરક્ષાને લઈ પાવાગઢ તળેટીથી પાવાગઢ ડુંગર સુધી સી.સી.ટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યું છે. જે જગ્યા ઉપર સી.સી. ટીવી કૅમેરા નથી ત્યાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો