પાવાગઢ ખાતે આઠમાં નોરતે માંના દર્શને દોઢ લાખ માઇભક્તો ઊમટયાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પાવાગઢ ખાતે આઠમાં નોરતે માંના દર્શને દોઢ લાખ માઇભક્તો ઊમટયાં

પાવાગઢ ખાતે આઠમાં નોરતે માંના દર્શને દોઢ લાખ માઇભક્તો ઊમટયાં

 | 2:30 am IST

ભકતોએ માતાજીના દર્શન સાથે આઠમના હવનનો પણ લાભ લીધો

સુરક્ષા માટે તળેટીથી પાવાગઢ ડુંગર સુધી સી.સી.ટીવી કેમેરા મુકાયા હતા

હાલોલ    પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખ ઉપરાંત માઇભકતો ઉમટી પાડયા. માતાજીના ભકતોએ માતાજીના દર્શનની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શનનો પણ લાભ લીધો હતોયાત્રાધામ પાવાગઢ ખાતે પ્રતિ વર્ષ ની જેમ આજે આસો  નવરાત્રીના આઠમાં નોરતે (આઠમનો) હવન મંદિર પરિષદમાં  કરવામાં આવ્યો હતો. આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે આઠમના દિવસે ને લઇ ગઈકાલ મોડી રાત્રી થીજ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢ ખાતે ઉમટી પડયા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા આજે આઠમ ના દિવસે વહેલી સવારના ચાર વાગે માતાજીના મંદિરની નીજ દ્વારા ભક્તોના દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વહેલી સવારથી મોડી રાત્રી સુધી દોઢ લાખ જેટલા માઇ ભકતો એ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્ય તને પામ્યા હતા. નવરાત્રી ને લઇ પાવાગઢ ખાતે ભક્તોનો પ્રવાહ વધારે હોવાથી પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વવારા પ્રતિવર્ષની જેમ યાત્રિકોને સલામતી અને સુરક્ષાને લઈ પાવાગઢ તળેટીથી પાવાગઢ ડુંગર સુધી સી.સી.ટીવી કેમેરા સજ્જ કરવામાં આવ્યું છે. જે જગ્યા ઉપર સી.સી. ટીવી નથી ત્યાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;