પાવાગઢ પોલીસે કતલખાને લઈ જવાતાં ૯ ગૌવંશ બચાવ્યા - Sandesh
  • Home
  • Newspaper
  • પાવાગઢ પોલીસે કતલખાને લઈ જવાતાં ૯ ગૌવંશ બચાવ્યા
 | 3:03 am IST

 

ઝાંખરીયા રોડ પર તપાસ કરતાં પશુ મળ્યાં

ટેમ્પો સાથે ૨.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

। ગોધરા ।

પાવાગઢ પોલીસની ટીમ ગત રાત્રી દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન પોલીસને માહીતી મળી હતી કે ઝાંખરીયા ગામે રોડ પર ટેમ્પો ઉભો છે. જેમાં ગાયો તેમજ બળદો ભરેલા છે. જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી જઇ જોતા ટેમ્પોમાં ગાયો તેમજ બળદોને લઈ જવાઇ રહ્યા હતા જોકે ટેમ્પો ચાલક પોલીસને જોઈ ફ્રાર થઈ જતા પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા કોઈ આધારભૂત કાગળો મળી ન આવતા પોલીસે ટેમ્પોને પાવાગઢ પોલીસ સ્ટેશને લાવી અજવાળામાં તપાસ કરતા ગાયો ૬ નંગ બળદ ૩ નંગ મળી કુલ ૯ જેટલા ગૌવંશ ટેમ્પોમાંથી કતલ ના ઇરાદે કતલખાને લઈ જવાતા મળી આવ્યા હતા જેમાં આ અબોલ મૂંગા ગૌવંશને ટેમ્પોમાંથી બહાર કઢાતા ઉપરા છાપરી એક બીજા ઉપર ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા આ ગૌવંશમાંથી એક બળદ મૃત હાલતમાં મળી આવ્યો હતો જેને અંતિમ સંસ્કાર માટે પાવાગઢ ગ્રામ પંચાયતને સોંપવામાં આવ્યો હતો.  

પાવાગઢ પોલીસે કુલ ૮ જેટલા ગૌવંશ જેની એક નંગ લેખે અંદાજે કિંમત ૧૦,૦૦૦/- ગણી કુલ ૮૦,૦૦૦/- ના ગૌવંશ તેમજ ટેમ્પો મળી ૨.૮૦ લાખનો મુદ્દામાલ કબજે લઈ તપાસહાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન