પાવી જેતપુરના તારાપુર ગામે યોજાતા અનોખા દોરડા રાસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પાવી જેતપુરના તારાપુર ગામે યોજાતા અનોખા દોરડા રાસ

પાવી જેતપુરના તારાપુર ગામે યોજાતા અનોખા દોરડા રાસ

 | 2:31 am IST

૨૦ જોડીઓ દ્વારા રમાતી રાસ જોવા મોટી સંખ્યામાં ઉમટતા લોકો

ા પાવી જેતપુર ા

પાવી જેતપુરના તારાપુર ખાતે રોજ ૧ થી ૨૧ તાલીના ગરબા નવરાત્રી દરમીયાન યોજવામા આવે છે. તેમજ દોરડા રાસ અહીયાની વિશેષતા છે. જેને જોવા દૂર દૂરથી લોકો આવે છે.

તારાપુર ગામમા માંડ ૩૦ ઘરો જ આવેલા છે. જેમા ૫૦ ટકા ઘરો બંધ છે. તે ઘરોના પરીવારજનો ઓસ્ટ્રેલીયા અને અમેરીકા ખાતે સ્થાયી થયેલા છે. ગામમા રહેતા લોકોના પરીવારો દ્વારા પણ છેલ્લા ૭૦ વર્ષથી પારંપરીક ગરબા ભવ્યતાથી કરવામા આવે છે. આ ગામમા માત્ર ૧૦૦ થી ૧૫૦ જેટલા લોકોની વસ્તી છે. આ ગરબામા ગામના નાનાથી માંડી મોટેરાઓ રમે છે. અને માતાજીની આરાધના કરે છે. તારાપુર ખાતે યોજાતા ગરબામા માત્ર ૧ થી ૨૧ તાલીના ગરબા જ નહી તારાપુર ગામના શેરી ગરબા મહોત્સવમા માતાજીના ગરબાની સાથે રમતા દોરડા રાસ વિશેષ આકર્ષણ જમાવે છે. આ ગરબા દોરડા રાસ ખુબ જ પ્રખ્યાત છે. અને તેને ફ્ક્ત ગામના લોકો જ રમે છે આ ગરબામા ૪૦ દોરી વડે ચોટલો ગૂંથાય છે અને ૨૦ જોડીઓ દ્વારા આ દોરડા રાસ રમવામા આવે છે. તેમા ત્રણેક ફ્ૂટ જેટલો ચોટલો ગૂંથાય જાય એટલે તેમા માતાજીનો ગરબો ( માટલી) ચઢાવવામા આવે છે. અને અંતે આ દોરડા રાસ ઉલ્ટા ક્રમમા રમીને ચોટલો ફ્રીથી છોડીને ગરબો ( માટલી) ઉતારવામા આવે છે. ઉપરાંત દોરડા રાસ, પાટી પણ ગુંથવામા આવે છે. તેમજ સાંકળ પણ ગુંથવામા આવે છે જે જોવુ એક લ્હાવો બની જાય છે. અને આ ગામના લોકો દ્વારા રમાતા ગરબા જોવા એ એક લ્હાવો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;