પિતરાઈ ભાઈને પિસ્તોલ આપનાર શખસ ઝબ્બે - Sandesh
  • Home
  • Bhavnagar
  • પિતરાઈ ભાઈને પિસ્તોલ આપનાર શખસ ઝબ્બે

પિતરાઈ ભાઈને પિસ્તોલ આપનાર શખસ ઝબ્બે

 | 12:17 am IST

ભાવનગર, તા.૧૯ 

ભાવનગર શહેરના ઘોઘાસર્કલ પાસેથી વિસેક દિવસ પૂર્વે માલધારી સોસાયટીનો એક શખસ પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપાયો હતો. જે આરોપીએ અન્ય એક શખસનું નામ આપતા એસઓજીની ટીમે નાસતા ફરતા ભરવાડ શખસની ધરપકડ કરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરની માલધારી સોસાયટીમાં રહેતો વિજય કામભાઈ બાંબા નામનો શખસ વિસેક દિવસ પૂર્વે ઘોઘાસર્કલ પાસે મશહુર જ્યુસ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે એસઓજીની ઝપટે ચડી ગયો હતો. જે આરોપીની પુછપરછમાં એવું જાણવા મળ્યું હતુ કે, પિસ્તોલ અને કારતૂસ તેના પિતરાઈ ભાઈ દાના કમાભાઈ ચોહલા (ઉ.વ.૩ર, રહે, માલધારી સોસાયટી)એ આપ્યું હતુ. જે કબૂલાતના આધારે એસઓજીની ટીમે દાના ભરવાડની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યો હતા. દરમિયાનમાં આજે બપોરના સુમારે દાના કમાભાઈ ચોહલા પોતાના ઘરે હોવાની બાતમી મળતા એસઓજી પીએસઆઈ રાઠોડ સહિતના સ્ટાફે ઉપરોક્ત આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં ઝડપાયેલો શખસ અગાઉ ડ્રાઈવીંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોય, તે થોડા વખત પૂર્વે પિસ્તોલ અને કાર્ટીઝ આસામમાંથી લાવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન