પિતાએ મોબાઇલ બાબતે ઠપકો આપતાં ૧૪ વર્ષની પુત્રીએ ઝેર ગટગટાવ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • પિતાએ મોબાઇલ બાબતે ઠપકો આપતાં ૧૪ વર્ષની પુત્રીએ ઝેર ગટગટાવ્યું

પિતાએ મોબાઇલ બાબતે ઠપકો આપતાં ૧૪ વર્ષની પુત્રીએ ઝેર ગટગટાવ્યું

 | 2:45 am IST

દેડિયાપાડા ઃ સાગબારા તાલુકાના મોટી પરોઢી ગામે પ્રભુદાસ પ્રતાપસિંહ વસાવાની દિકરી મરણ જનાર અંકિતા તથા રીતિકા બપોરના પોતાના ઘરે જમવા બેઠેલાં હતાં ત્યારે અંકિતા વારંવાર મોબાઇલમાં જોયા કરતી હતી. અને જમવાનું જમતી ન હતી.તેના પિતાએ અંકિતાને કહેલું કે મોબાઇલ ફેનમાં ના લાગી રહે પહેલાં જમી લે તેમ કહેતાં અંકિતાને મનમાં લાગી આવ્યુ હતું. જેથી જમતાં ઉઠીને ઘરનાં બીજા રૃમમાં જતી રહી રૃમમાં મૂકેલી કપાસમાં છાંટવાની દવા પી જતાં તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફ્તે સરકારી હોસ્પિટલ સાગબારા ખાતે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. સાગબારા પોલીસ સ્ટેશનમાં પ્રભુદાસ પ્રતાપસિંહ વસાવાની ફ્રિયાદના આધારે ગુનો દાખલ કરવામાંઆવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;