પિન્ક સોસ પાસ્તા  - Sandesh
1.6M
1M
1.7M
APPS

પિન્ક સોસ પાસ્તા 

 | 12:30 am IST
  • Share

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ બાફ્ેલા પાસ્તા, ૪-૫ બાફ્ેલાં ટામેટાં (પ્યૂરી બનાવો), ૨-૩ ચમચી ટોમેટો કેચઅપ, ૧ સમારેલી ડુંગળી, ૪-૫ કળી સમારેલું લસણ, ૨ ચમચી માખણ, ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ચિલી ફ્લેક્સ, ૧ ચમચી ઓરેગાનો, સ્વાદ મુજબ મીઠું

 

વ્હાઈટ સોસની રીત ઃ એક પેનમાં અડધી ચમચી માખણ ઉમેરો અને પછી ૧/૨ ચમચી મેંદો ઉમેરી ઝડપથી માત્ર ૩૦ સેકન્ડ માટે હલાવો. ૧ કપ હૂંફળું દૂધ ઉમેરો અને ગઠ્ઠા દૂર કરવા માટે તેને ઝડપથી મિક્સ કરો. ગેસ પરથી ઉતારી, ચપટી મરી પાઉડર ઉમેરો અને ૨ ચીઝ ઔસ્લાઇસ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને તેને એક બાજુ રાખો અને પછી ટામેટાંની ગ્રેવી સાથે મિક્સ કરવું.

પાસ્તા ગ્રેવીની રીત ઃ એક કડાઈમાં થોડું માખણ ગરમ કરો, સમારેલું લસણ નાખો અને ધીમી આંચ પર એક મિનિટ માટે સાંતળો. બધા મસાલા અને ટામેટાંની પ્યૂરી ઉમેરો. તેને ૪-૫ મિનિટ માટે ચડવા દો. વ્હાઈટ સોસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે બાફ્ેલા પાસ્તા ઉમેરીને મિક્સ કરો.

ગરમાગરમ પાસ્તા થોડા ચીઝ સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન