પીટર મુખરજીને યુવાન સ્ત્રીઓ જ ગમતી : શબનમ - Sandesh
  • Home
  • Mumbai
  • પીટર મુખરજીને યુવાન સ્ત્રીઓ જ ગમતી : શબનમ

પીટર મુખરજીને યુવાન સ્ત્રીઓ જ ગમતી : શબનમ

 | 3:14 am IST

મુંબઈ, તા. ૨૧  

ભૂતપૂર્વ મીડિયા મોગલ પીટર મુખર્જીને મોડી રાત સુધી ચાલતી મિજબાનીઓમાં જવાનું ગમતું હતું અને યુવાન મહિલાઓનો શોખ હતો, એમ પીટરની ભૂતપૂર્વ પત્ની શબનમ સિંઘે જણાવ્યું છે. શીના બોરા હત્યા કેસમાં પીટર મુખર્જી વિરૂદ્ધ નોંધવાયેલી ચાર્જશીટમાં અંતિમ નિવેદનમાં શબનમ સિંઘે આ મુજબ જણાવ્યું છે. પીટરની પ્રથમ પત્નીનું અંતિમ નિવેદન સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ બુધવારે વિશેષ સીબીઆઈ અદાલતમાં બચાવ પક્ષને સુપરત કર્યું હતું.  

પીટરના ચારિત્ર્ય વિશે પોતાનો અભિપ્રાય આપતા શબનમે જણાવ્યું છે કે પીટરના જીવનમાં અનેક મહિલાઓતેમના લગ્ન તૂટવા માટેનું એકમાત્ર કારણ હતું.   પીટર ૧૯૭૮માં શબનમને પરણ્યા હતા અને ૨૦ વર્ષ બાદ ૧૯૯૮માં તેમના છૂટાછેડા થયા તે પૂર્વે રૂબિન અને રાહુલ નામના તેમના બે સંતાનો હતા.  

શબનમ સાથેના છૂટાછેડાના અનેક વર્ષો બાદ ઇન્દ્રાણીની સાથે પીટર મુખર્જીએ લગ્ન કર્યા હતા. ઇન્દ્રાણીનાં પ્રથમ પ્રેમ સંતાન શીના બોરાની હત્યાનું કાવતરું ઘડવાનો પીટર સામે અન્ય ત્રણ જણ સાથે આરોપ મૂકાયો છે, જેમાં ઇન્દ્રાણી, તેના ભૂતપૂર્વ પતિ સંજીવ ખન્ના તથા પીટરના ડ્રાઈવર શ્યામવર રાયનો સમાવેશ થાય છે.  

શબનમના નિવેદનના બીજા ફકરાને હાલ અદાલત દ્વારા સંતાડી રખાયો છે. વક્રોક્તિ એવી છે કે શબનમના નિવેદનને જાહેર કરવાની બચાવ પક્ષે માગણી કરી હતી. શબનમે નિવેદનમાં જણાવાયું છે કે, મને પૂછવામાં આવતા મારે જણાવવું રહ્યું કે પીટરને કોઈ નૈતિકતા (ચારિત્ર્ય) નથી ધરાવતો અને હંમેશાં તેની અસપાસની યુવાન મહિલાઓથી અંજાઈ જાય છે. મોડી રાત સુધી ચાલતી મિજબાનીઓમાં જવાનો તેને ભારે શોખ છે અને તેના જીવનમાં અનેક મહિલાઓ હતી. માત્ર આ કારણસર તેની સાથેના લગ્નનો અંત લાવવાનું મેં નક્કી કર્યું હતું. 

ઇન્દ્રાણી સાથે પીટર લગ્ન કરશે એવું નહોતું ધાર્યું

છૂટાછેડા બાદ પણ શબનમ તેમના સંતાનોની સાથે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)માં રહેતી અને વેકેશનો દરમિયાન પીટર તેમની નિયમિતપણે મુલાકાત લેતો હતો. આવા એક પ્રસંગે તેણે ઇન્દ્રાણીનો પરિચય કરાવ્યો હતો. શબનમના નિવેદન મુજબ, તેઓ પરણવાનું વિચારી રહ્યાની તેને જાણ કરાવા છતાં શબનમને એમ લાગ્યું હતું કે ખાસ કરીને ઈન્દ્રાણીની કોલકાતામાં આબરૂને કારણે તે લગ્ન કરવાની બાબતમાં આગળ નહીં વધે.

અગાઉના નિવેદનમાં શબનમે શું કહ્યું હતું?  

અગાઉ એક નિવેદનમાં શબનમ સિંઘે એમ જણાવ્યું હતું કે, તેનો નાનો પુત્ર રાહુલ ઇન્દ્રાણીની પુત્રી શીના સાથે પ્રેમમાં હતો. દહેરાદૂનમાં તેના (શબનમના) ઘરે તેના આશીર્વાદ સાથે બંનેના વેવિશાળ થયા હતા. પીટરના વકીલ મિહિર ઘીવાલાએ એવું જણાવીને આ નિવેદનને ફગાવી દીધું હતું કે, આ કેવળ ચારિત્ર્ય હનન છે. આ કેસ પ્રત્યે પુરાવાનું કોઈ મહત્ત્વ આ નિવેદન નથી ધરાવતું.