પીરિયડ્સ પ્રોબ્લેમ અને  હોર્મોનલ ચેન્જીસ સામે શું કાળજી રાખવી? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • પીરિયડ્સ પ્રોબ્લેમ અને  હોર્મોનલ ચેન્જીસ સામે શું કાળજી રાખવી?

પીરિયડ્સ પ્રોબ્લેમ અને  હોર્મોનલ ચેન્જીસ સામે શું કાળજી રાખવી?

 | 12:30 am IST
  • Share

પણે ગત સપ્તાહમાં ઁર્ઝ્રંડ્ઢથી શરીરમાં શું નુક્સાન થાય, તેના ઇલાજ કયાં કયાં છે, તે થાય તો શું થાય તે તમામ વિશે આજે વાત આગળ વધારતાં પહેલાં ઁર્ઝ્રંડ્ઢ શું છે તે વિશે જાણી લઇએ. તેનું આખું નામ પોલિસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર છે. આ એક જાતની હોર્મોનની સમસ્યા છે. ડોક્ટર આ ગરબડ કઇ રીતે અને શાના કારણે શરૃ થાય છે તે જણાવતા નથી, પરંતુ આપણાં સમાજમાં અને તબીબી જગતમાં ઁર્ઝ્રંડ્ઢ વિશે ખાસ જાગૃતિ જોવા મળતી નથી. બધા એક જ વાત કરે છે આ

લાઇફસ્ટાઇલ આધારિત રોગ છે. તો તેનો

ઇલાજ શું છે તે જાણી લઇએ.

કદાચ પૂરેપૂરી ઊંઘ લેતા હોઈએ તો અસર ન થાય, રોજેરોજ ઘરનો બનાવેલો સાદો ખોરાક લેતા હોઈએ તો પાચન સારું હોય અને ઊર્જા બરાબર મળતી રહેતી હોય તો અસર ન થાય. આવા ડઝનબંધ જો અને તો આજના સમયમાં જળવાતા નથી એટલે ઁર્ઝ્રંડ્ઢની સમસ્યા થઈ જાય છે.

સમસ્યા થયા પછી ઉપર જે બાબતોની વાત કરી એ બધા જો અને તો સુધારી લો. પછી ખોરાકમાં થોડોક પ્રયોગ કરો. તો સમસ્યા હળવી થશે અને દૂર પણ થઈજશે.

રાત્રે સૂતી વખતે પાંચ બદામ અને એક ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દો. સવારે નરણા કોઠે બંને પાણી સાથે બરાબર ચાવીને ખાઈ લો.

અડધા કલાક પછી સવારના નાસ્તામાં એક એગ વ્હાઈટ, મગની દાળ, ફ્ણગાવેલાં કઠોળ વગેરે લો. નાસ્તાના એક-બે કલાક પછી ફ્રૂટ જ્યૂસ, નારિયેળ પાણી અથવા ગ્રીન ટી પીઓ. ફ્ળ ખાઈ શકો તો વધારે સારું.

લંચમાં ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, રાગી વગેરે મિક્સ અનાજના લોટની રોટલી સાથે લીલું શાક ખાઓ. બને એટલું વધારે કચુંબર ખાઓ. બ્રાઉન રાઈસ સાથે ચણાનું શાક અથવા ચિકન ખાઈ શકાય.

સાંજના નાસ્તામાં એક વાટકી શેકેલા મકાઈ દાણા અથવા ચણા ખાઓ, સાથે ગ્રીન ટી પીઓ. બદામ, અખરોટ, પિસ્તાં વગેરે સૂકો મેવો લઈ શકો તો વધારે સારું.

ડિનરમાં મગની દાળના ચિલ્લા, મગનું સૂપ લેવાનું રાખો. નોન વેજિટેરિયન હોવ તો બાફ્ેલા એગનું વ્હાઈટ અથવા ગ્રીન્ડ ચિકન લઈ શકાય.

ખોરાકમાં ઉપર જણાવ્યા ઉપરાંત બ્રોકલી, લીલાં સિમલા મરચાં, લાલ સિમલા મરચાં, જાતજાતનાં કઠોળ, બદામ, બોર જેવાં ફ્ળ, શક્કરિયું, સીતાફ્ળ વગેરે નિયમિત ખાતા રહો.

દિવસમાં ચાર વખત ખોરાક લો. ભૂખ્યા ન રહો. દર ત્રણ કલાકે કશુંક ખાતા રહો. ગળપણ બિલકુલ ઓછું ખાઓ. તીખું તળેલું બિલકુલ ઓછું ખાઓ, ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું બંધ કરી દો.

આટલી દરકાર કરશો તો બહેનો તમે ઁર્ઝ્રંડ્ઢની સમસ્યામાં ખૂબ જ રાહત અનુભવશો. એની સાથે ઁર્ઝ્રંડ્ઢને વકરાવનારી બાબતોને તમારા રોજબરોજના જીવનમાંથી દૂર કરી દેશો તો ધીમેધીમે એ સમસ્યામાંથી મુક્ત પણ થઈ જશો. યાદ રહે, હોર્મોનની ગરબડ ડીએનએમાં ગરબડ થવાના કારણે સર્જાય છે અને ડીએનએની ગરબડ જીવનશૈલી સુધાર્યા વગર દૂર થતી નથી. સુધારેલી જીવનશૈલી અપનાવો અને બે-ચાર વર્ષ જાળવી રાખશો તો આ સમસ્યાથી છુટકારો મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન